નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022 શનિવાર : એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે.શ્રીલંકાને આ ટુર્નામેન્ટની મેજબાની આપવામાં આવી છે.ટી-20 વર્લ્ડ કપમાંથી પહેલા થનારી આ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં જ રમાશે.પહેલી મેચ 27 ઓગસ્ટે થશે,જ્યારે ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે.
એશિયા કપના 15મા સંસ્કરણમાં ભારતીય ટીમ પોતાનો ખિતાબ બચાવવા ઉતરશે.આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાયર મેચ 20 ઓગસ્ટથી શરૂ થશે.પહેલા આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં થવાની હતી,પરંતુ કોરોના મહામારીના કારણે આને સ્થગિત કરી દેવાઈ.જે બાદ નક્કી થયુ કે જૂન 2021માં આનુ આયોજન થશે,પરંતુ બીજીવાર આને સ્થગિત કરવુ પડ્યુ.હવે કોરોનાના કેસ ઓછા થયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે અને એજીએમની મીટિંગમાં સપ્ટેમ્બરના મહિનામાં આનુ આયોજન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌથી વધારે સાત વાર ચેમ્પિયન બની ચૂક્યુ છે ભારત
અત્યાર સુધી 14 વાર આ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવી ચૂક્યુ છે.શ્રીલંકાએ ચાર વાર આની મેજબાની કરી છે.તે 2010 બાદ પહેલીવાર પોતાના ત્યાં આ ટુર્નામેન્ટનુ આયોજન કરશે.ભારતીય ટીમ સૌથી વધારે સાત વાર ચેમ્પિયન બની છે.શ્રીલંકા પાંચ વાર ખિતાબ જીતવામાં સફળ થયુ છે.પાકિસ્તાન બે વાર ચેમ્પિયન બન્યુ છે અને બાંગ્લાદેશને ત્રણ વાર ફાઈનલમાં હાર મળી છે.
એજીએમની મીટિંગમાં થયા આ મહત્વના નિર્ણય
જીએમની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે બીસીસીઆઈના સચિવ જય શાહ 2024 સુધી એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ રહેશે.એજીએમમાં તમામ સભ્યોએ એકમતથી જય શાહના કાર્યકાળને આગળ વધારવાનો નિર્ણય કર્યો.આ સાથે જ કતર ક્રિકેટ સંઘને કાઉન્સિલમાં પૂર્ણ સદસ્યનો દરજ્જો આપવામાં આવશે.કતર ક્રિકેટને પહેલા માત્ર એસોસિએટ ટીમનો દરજ્જો મળ્યો હતો.
ACCમાં કાયમી સભ્યો તરીકે પાંચ બોર્ડ છે.ભારત ઉપરાંત બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન,શ્રીલંકા અને પાકિસ્તાન કાયમી સભ્ય છે.આ પાંચ બોર્ડમાંથી આ સિવાય ઓમાન,ભૂતાન,નેપાળ,UAE,થાઈલેન્ડ, ચીન,બહેરીન,હોંગકોંગ સહિત અન્ય ઘણા દેશોના બોર્ડ ACCમાં સામેલ છે.