પીળી પાઘડી સાથે શું હતું ભગતસિંહનું કનેક્શન? પંજાબની સરકારી ઓફિસોમાં ફોટાને લઈ થયો વિવાદ

320

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર : મેરા રંગ દે બસંતી ચોલા, માયે રંગ દે… વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ’ માં ભગતસિંહ બનેલા અજય દેવગન પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું.બોલિવૂડની દુનિયામાં બસંતી કે પીળા રંગને હંમેશા ભગત સિંહ સાથે જોડીને જ જોવામાં આવ્યો છે.પરંતુ હવે ફરીથી એક વખત આ પીળા રંગને ભગતસિંહ સાથે જોડવામાં આવી રહ્યો છે.આ વખતે ફિલ્મમાં નહીં પરંતુ અસલ જીંદગીમાં.

પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત સાથે આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી લીધી છે.એક સમયે કોમેડી કરનારા ભગવંત માન હવે પંજાબના મુંખ્યમંત્રી બની ગયા છે.ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ વારંવાર ભગતસિંહના સપનાનું ભારત બનાવવાની વાત કરી હતી.જે દિવસે ભગવંત માને શપથ ગ્રહણ કરી હતી તે દિવસે તેમણે લોકોને પીળા અથવા બસંતી રંગો પહેરીને આવવાની અપીલ કરી,જેથી ભગતસિંહને સન્માન આપી શકાય.

પરંતુ શું હકીકતમાં ભગતસિંહે ક્યારેય પીળી પાઘડી બાંધી હતી.શું પીળો રંગ ખરેખર ભગતસિંહ સાથે સંકળાયેલો છે.ઈતિહાસ પર નજર કરીએ તો એવું નથી લાગતું.ભગતસિંહની તમામ તસવીરોમાં,તેમને લગતા તમામ દસ્તાવેજોમાં,ભગતસિંહે ક્યારેય પીળી કે બસંતી રંગની પાઘડી બાંધી હોય તેવું ક્યાંય દેખાતું નથી.

ભગતસિંહ સાથે જોડાયેલા દસ્તાવેજો શું કહે છે?

શહીદ-એ-આલમ ભગત સિંહ સાથે જોડાયેલી કેટલીય પુસ્તકો લખી ચૂક્યા છે અને તેમના દસ્તાવેજો પર અધ્યયન પણ કરી ચૂકેલા જેએનયુના પ્રોફેસર ચમનલાલનું પણ આવું જ માનવું છે.પ્રોફેસર ચમનલાલે જણાવ્યું હતું કે,દસ્તાવેજોના આધાર પર એવું કહી શકાય કે,ભગતસિંહનું પીળી પાઘડી સાથે કોઈ પણ પ્રકારનું કોઈ કનેક્શન નહોતું જે પણ દાવા કરવામાં આવે છે તે તદ્દન ખોટા છે.

હકીકતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઓફિસમાં ભગત સિંહની પીળી પાઘડીની તસવીરનો જ વિવાદ નથી પરંતુ મહાત્મા ગાંધી અને મહારાજા રણજીત સિંહની તસવીર હટાવવા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

Share Now