જમ્મુ કાશ્મીરમાં જે થયુ એના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદારઃ ગુલામ નબી આઝાદ

334

શ્રીનગર, તા. 20 માર્ચ 2022, રવિવાર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે મહાત્મા ગાંધીને સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા હતા.આઝાદે જણાવ્યું કહ્યું કે,મારું માનવું છે કે, મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ હતા.જમ્મુ કાશ્મીરમાં જે થયું એના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે.તેમણે તમામ હિંદુઓ,કાશ્મીરી પંડિતો,કાશ્મીરી મુસ્લિમો,ડોગરાઓને પ્રભાવિત કર્યા છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે,રાજકીય પક્ષ ધર્મ,જાતિ અને અન્ય વસ્તુઓના આધાર પર ચોવીસ કલાક ભાગલા પાડી શકે છે.હું કોઈ પણ પાર્ટીને માફ નથી કરી રહ્યો.લોકોએ સમાજમાં સાથે રહેવું જોઈએ. જાતિ,ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેકને ન્યાય મળવો જોઈએ.

હકીકતમાં બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો આ દિવસોમાં ખૂબ જ ગરમાયો છે.ફિલ્મ પર એક પછી એક રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે.તાજું નિવેદન શિવસેનાના નેતા સંજય રાઉતનું આવ્યું છે.તેણે કહ્યું કે કાશ્મીર પર ફિલ્મ બની છે,પરંતુ સત્ય છુપાવવામાં આવ્યું છે.કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરવી યોગ્ય નથી.

રાઉતે કહ્યું- ફિલ્મમાં ઘણી ખોટી કહાનીઓ છે

સંજય રાઉતે કહ્યું કે,’ધ કાશ્મીર ફાઇલ્સ’ માત્ર એક ફિલ્મ છે.એમાં ઘણી ખોટી કહાની બતાવવામાં આવી છે.બીજેપી આ ફિલ્મનો પ્રચાર કરી રહી છે તો બીજેપી સમર્થક તો આ ફિલ્મ જોશે જ ને.રાઉતે જણાવ્યું કે,હવે આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે અને ફિલ્મના નિર્દેશકને પદ્મશ્રી આપવામાં આવશે.

Share Now