નવી દિલ્હી, તા. 21 માર્ચ 2022, સોમવાર : હવામાન વિભાગે આંદામાન સમુદ્રમાં ચક્રવાત આસાનીને લઈને એલર્ટ જાહેર કર્યું છે.આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે.મોટા પ્રમાણમાં NDRF તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષનું પ્રથમ ચક્રવાત છે જે સોમવારે બંગાળની ખાડીમાં વિકસિત થવાનું છે.હવામાન વિભાગે આ સાઈક્લોનના લેન્ડફોલ પોંઈન્ટનો ઉલ્લેખ નથી કર્યો.
ચક્રવાત આસાની વિશે 10 મોટી અપડેટ્સ…
– મોડી રાત્રે એક ટ્વિટમાં,હવામાન વિભાગે જણાવ્યું હતું કે,આંદામાન સમુદ્ર પર,નિકોબાર ટાપુઓના 250 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ અને પોર્ટ બ્લેરના 80 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં ચક્રવાત અસાની ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જે ટાપુઓને પ્રભાવિત કરી રહ્યું છે તે વધુ તીવ્ર થવાની તૈયારીમાં છે,અને આગામી 12 કલાકમાં ‘ડીપ ડિપ્રેશન’માં બદલવાની શક્યતા છે.
– કેન્દ્ર સરકારે જણાવ્યું કે,ચક્રવાત અસાનીના કારણે ઉત્પન્ન થતા કોઈ પણ અકસ્માતની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ઘણી ટીમોને પોર્ટ બ્લેયરમાં તૈનાત કરવામાં આવી છે.સેના અને નેવી પણ સ્ટેન્ટબાય પર તૈનાત છે.
હવામાન વિભાગે ચક્રવાત અસાનીનું લેન્ડફોલ પોઇન્ટ શું હશે તેનો ઉલ્લેખ નથી કર્યો.એક વરિષ્ઠ IMD વૈજ્ઞાનિકે જણાવ્યું કે,અમે ચક્રવાત અસાની માટે કોઈ લેન્ડફોલ પોઈન્ટનો ઉલ્લેખ નથી કર્યો અથવા આગાહી નથી કરી.તે આંદામાન અને નિકોબાર ટાપુઓ સાથે આગળ વધશે,પછી પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમારના દરિયાકાંઠે, ધીમે ધીમે તેની તીવ્રતામાં ઘટાડો થશે.
– આઈએમડીએ જણાવ્યું કે,આંદામાન અને નિકોબાર ટાપુઓ 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે 75 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ફૂંકાતા જોરદાર પવનનો અનુભવ કરવા માટે તૈયાર છે.જે વધુમાં વધુ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે.
– માછીમારોને સોમવાર અને મંગળવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અને તેની બહારના દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
– ચક્રવાત અસાનીની સંભવિત અસરની યાદીમાં પાવર લાઈનોમાં આંશિક વિક્ષેપ,રસ્તાઓ પર પાણીનો ભરાવો,સ્થાનિક ભૂસ્ખલન વગેરેનો સમાવેશ થાય છે.
– આંદામાન અને નિકોબાર ટાપુઓના જે વિસ્તારોમાં ચક્રવાત અસાનીથી પ્રભાવિત થવાની સંભાવના છે ત્યાં પ્રવાસી પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે.
– ગયા અઠવાડિયે IMD એ જણાવ્યું હતું કે,માર્ચ 1891 અને 2020 વચ્ચે માત્ર આઠ ચક્રવાત રચાયા હતા,જેમાં અરબી સમુદ્રમાં 2 અને બંગાળની ખાડીમાં 6નો સમાવેશ થાય છે.
– IMDના એક અધિકારીએ કહ્યું હતું કે,આબોહવાની રીતે માર્ચ એ ચક્રવાતની મોસમ નથી.આ એપ્રિલ અને મે છે.માર્ચમાં સમુદ્ર ઠંડો હોય છે અને સૌર ઈન્સોલેશન બહુ વધારે હોતું નથી.માર્ચમાં દેશના ઉત્તરીય ભાગોમાં પશ્ચિમી પ્રણાલીઓ પ્રબળ હોય છે અને દ્વીપકલ્પના પ્રદેશમાં પૂર્વીય તરંગો પ્રબળ હોય છે.
– ચક્રવાત અસાનીના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડી સિવાય ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે.