ચીનમાં Boeing 737 પ્લેન ક્રેશ, 132 મુસાફર હતા સવાર

379

બીજિંગ, તા. 21 માર્ચ 2022 સોમવાર : ચીનમાં પ્લેનક્રેશ થવાની મોટી ઘટના સામે આવી છે.ચીનનુ Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયુ છે.ઘટનાના સમયે Boeing 737 માં કુલ 132 મુસાફર સવાર હતા.ચીનના નાગરિક ઉડ્ડયને ઘટનાની પુષ્ટિ કરી છે.જેમાં 123 મુસાફર અને 9 ક્રૂ મેમ્બર સવાર હતા.ઘટનામાં કેટલા લોકો બચ્યા અથવા કેટલાએ જીવ ગુમાવ્યા તેની જાણકારી સામે આવી નથી.જે વિમાન ક્રેશ થયુ તે ચીનની China Eastern એરલાઈન્સનુ છે.

ચીનનુ Boeing 737 Kunmingથી Guangzhou તરફ જઈ રહ્યુ હતુ. Guangxi વિસ્તારમાં આ ઘટના થઈ હતી.આના કારણે ત્યાં પહાડોમાં પણ આગની લપેટ જોવા મળી રહી છે.

MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતમાં હાજર Kunming શહેરના Changshui એરપોર્ટથી 1.15 પર ઉડાન ભરી હતી.આને 3 વાગ્યા સુધી

Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનુ હતુ પરંતુ તેના પહેલા જ ઘટના ઘટી.

Xinhua અનુસાર,બચાવ દળ હવે ઝડપથી ઘટના સ્થળે પહોંચી રહ્યુ છે.જે વિમાન ક્રેશ થયુ તે માત્ર સાડા છ વર્ષ જૂનુ હતુ. જૂન 2015માં એરલાઈન્સે આને લીધુ હતુ. MU 5735માં કુલ 162 બેઠક હતી,જેમાં 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ વાળા હતા.

Boeing 737 નાની અને મધ્યમ અંતરની હવાઈ યાત્રા માટે સારુ વિમાન માનવામાં આવે છે.ત્યાં China Eastern ચીનની ત્રણ મુખ્ય એરલાઈન્સ કંપનીઓમાની એક છે.

ચીનમાં છેલ્લી વાર આવી મોટી ઘટના 2010માં થઈ હતી. જ્યારે Embraer E-190 ક્રેશ થયુ હતુ.જેમાં 96 લોકો સવાર હતા, જેમાંથી 44 ના મોત થયા હતા.આ ઘટના ઓછી દૃશ્યતાના કારણે થઈ હતી.

Share Now