અજાણ્યા શખ્સે ઝેરી ટોફી આપીને 4 બાળકોને મારી નાખ્યા, ઉત્તરપ્રદેશના કુશીનગરમાં હાહાકાર મચાવતી ઘટના

290

કુશીનગર,23 માર્ચ,2022,બુધવાર : બાળકોને અજાણી વ્યકિત પાસેથી કોઇ ખાધ ચીજ નહી લેવાની ચેતવણી આપવામાં આવે છે તેને પુષ્ઠી આપતો બનાવ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં બન્યો છે.કુશીનગરના કસયા થાના ક્ષેત્રમાં આવેલા કુડવા દિલીપનગર વિસ્તારમાં ઝેરવાળી ટોફી ખાવાથી 4 બાળકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.

દિલીપનગરની સિસઇ ટોલામાં કોઇ અજાણ્યો માણસ બાળકો સાથે રમતો જોવામાં આવ્યો હતો અને રહસ્યમય ટોફી ફેંકીને નિકળી ગયો હતો.થોડાક કલાક પછી ચાર બાળકોની તબિયત લથડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.પરીસ્થિતિ ગંભીર જણાતા કુશિનગર જિલ્લાની હોસ્પીટલમાં લઇ જવાનું નકકી કરવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ ચારેય બાળકો મુત્યુ પામ્યા હતા.

રસ્તામાં ગંભીર અવસ્થા છતાં એક બાળકે કહયું હતું કે દરવાજા પાસે રમતા હતા ત્યારે કોઇ અજાણ્યો માણસ ટોફી ફેંકીને જતો રહયો હતો.આ ટોફી અમને આપી છે એમ માનીને ખાધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર મૃત 4 બાળકોની ઉંમર 2 થી 6 વર્ષની હતી.સમર નામનો એક બાળક માત્ર 2 વર્ષનો હતો.આ ઘટનામાં ખરેખર શું બન્યું હતું તેની પોલીસ ઉંડાણથી તપાસ કરી રહી છે.ગ્રામજનોનું માનવું હતું કે કોઇ અંગત અદાવત રાખીને બાળકોની હત્યા કરવામાં આવી હોય તેવું જણાય છે.

Share Now