રાજસ્થાન,તા.23.માર્ચ.2022,બુધવાર : ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ..ટોક ઓફ ધ નેશન ..બની ચુકી છે.
આ ફિલ્મને જોનારા લાખો લોકો છે તો તેની ટીકા કરનારા પણ છે.રાજસ્થાનના કોટામાં તો ફિલ્મના કારણે કલમ 144 પણ લાગુ કરી દેવાઈ હતી.
હવે રાજસ્થાનમાં એક દલિત યુવકને કાશ્મીર ફાઈલ્સ પર કોમેન્ટ કરવાના કારણે નાક રગડીને માંફી માંગવાની ફરજ પડી છે.અલવર જિલ્લામાં રહેતા અ્ને ખાનગી બેન્કમાં સેલ્સ મેનેજર રાજેશ આ ફિલ્મ જોઈને તાજેતરમાં ફેસબૂક પર કોમેન્ટ કરી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજેશે કહ્યુ હતુ કે,આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારને બતાવાયા છે પણ બીજા જાતિઓ પર પણ આવા અત્યાચાર થઈ રહ્યા છે.
આ વાંચીને લોકો ભડકયા હતા.સ્થાનિક લોકોએ તેને મંદિરમાં બોલાવીને તેની પાસે નાક રગડાવીને માફી મંગાવી હતી.યુવકનુ કહેવુ છે કે,આ પહેલા જ મેં ફેસબૂક પર માફી માંગી હતી અને આમ છતા મને જાહેરમાં માફી માંગવાની એ પછી પણ ફરજ પડાઈ હતી.
રાજેશનુ કહેવુ છે કે,મેં મારી ફેસબૂક પોસ્ટમાં જય ભીમ મૂવીને ટેક્સ ફ્રી કરવાની વાત લકી હતી.લોકોએ તેના જવાબમાં જય શ્રી રામ..જેવી કોમેન્ટો લખી હતી.મેં પણ જય ભીમ …લખીને જવાબ આપ્યો હતો અને લોકોને આ વાત પસંદ આવી નહોતી.
દરમિયાન આ યુવકની ફરિયાદ બાદ પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે.