રશિયાની આ કઈ ચાલ ? અંતરિક્ષમાં છોડવામાં આવેલ રોકેટ પર લખ્યું Z, જાણો શું છે આ Z નો અર્થ

314

મોસ્કો, તા. 23 માર્ચ 2022, બુધવાર :
યુક્રેનમાં યુદ્ધની વચ્ચે રશિયાએ પોતાનું રોકેટ સોયુઝ-2.1 એ (Soyuz-2.1a)ને અવકાશમાં લોન્ચ કર્યું છે.તેના પર પણ ‘Z’ લખેલું છે.અંગ્રેજી વર્ણમાળાનો આ અક્ષર રશિયા માટે વિશેષ મહત્વ ધરાવે છે. યુક્રેન મોકલવામાં આવેલા ઘણા રશિયન લશ્કરી વાહનો પર પણ ‘Z’ લખેલું છે.

સોયુઝ-2.1A બુધવારે આર્કાન્ઝેક્સ ઓબ્લાસ્ટના મિર્નીમાં પ્લેસેસ્ક કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ‘Z’ અક્ષર યુક્રેનમાં રશિયન કાર્યવાહીની ઓળખ બની ચૂક્યો છે.Z અક્ષર સૌપ્રથમ યુક્રેન સરહદે તૈનાત રશિયન ટેન્ક અને લશ્કરી ટ્રક પર લખાયેલો જોવા મળ્યો હતો.

રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઝેડ અને વી લખીને પોસ્ટર બહાર પાડ્યું હતું.જોકે,સત્તાવાર રીતે આ અક્ષરના ઉપયોગને લઈને કોઈ વિવરણ આપવામાં નથી આવ્યું પરંતુ રશિયામાં તેનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે કે,થોડા દિવસ પહેલા દોહામાં યોજાયેલા વર્લ્ડ કપમાં રશિયન જિમનાસ્ટ ઈવાન કુલિયાકે પોતાની છાતી પર ‘Z’ લખેલું હતું.જોકે, 20 વર્ષીય રશિયન એથલીટ ત્રીજા સ્થાન પર રહ્યો હતો પરંતુ તેમણે સુવર્ણ ચંદ્રક જીતનાર યુક્રેનની હરીફ ઈલ્યા કોવતુનની બાજુમાં પોડિયમ પર ઊભા રહીને જેડનું પ્રતીકાત્મક પ્રદર્શન કર્યું હતું.

રશિયન સમર્થકો સોશિયલ મીડિયા પરથી તેમની કાર અને હોર્ડિંગ્સમાં Z અક્ષરનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે.જ્યારે યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેકસી રેઝનિકોવે Z ચિહ્નની તુલના નાઝી જર્મનીના સ્વસ્તિક જેવા ચિહ્ન સાથે કરી છે.તેમણે એક ટ્વિટમાં કહ્યું છે કે, 1943માં કોનકેમ્પ નજીક સાચેનહૌસેન એક સ્ટેશન Z હતું જ્યાં નરસંહાર કરવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રમાણે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારબાદ પુતિનના સમર્થકોએ ઝેડ સાઈનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ રશિયન વર્ણમાળામાં એવો કોઈ અક્ષર જ નથી પરંતુ રશિયામાં તેનો ઉપયોગ યુદ્ધમાં વિજયના પ્રતીક તરીકે અને યુક્રેનમાં લડી રહેલી તેની સેના સાથે એકતા દર્શાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

Share Now