તા. 24 માર્ચ, ગુરુવાર નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગત વર્ષે ચાલુ કરેલ જાહેર ઓનલાઈન માર્કેટપ્લેસ,ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)એ એક જ વર્ષમાં અનોખી સિદ્ધિ નોંધાવી છે.
GeMએ નાણાંકીય વર્ષ 2021-22 માટે રૂ. 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે ગત વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે.તેમણે કહ્યું કે GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSME ઈકોસિસ્ટમને મજબૂત કરી રહ્યું છે.ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસમાં 57 ટકા ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.
GeM પોર્ટલ શું છે ?
ડિજિટલ યુગમાં સમગ્ર વિશ્વમાં ઈ-કોમર્સનો બિઝનેસ વધી રહ્યો છે તેથી સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે,જેને ટૂંકમાં GeM તરીકે ઓળખવામાં આવે છે.કોઈપણ યોગ્ય વ્યક્તિ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, GeM પોર્ટલ થે જોડાઈને બિઝનેસ કરી શકે છે એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ એક ઓનલાઈન માર્કેટ છે,જેના દ્વારા કોઈપણ વ્યક્તિ સરકાર સાથે વેપાર કરી શકે છે.