કોરોનાથી મોતઃ વળતર માટેના ખોટા દાવાઓની તપાસને મંજૂરી, સમય મર્યાદાનું નિર્ધારણ

420

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા જે ખોટા દાવાઓ દાખલ કરવામાં આવેલા તેના આરોપોની તપાસ માટે મંજૂરી આપી છે.

તેના અંતર્ગત આંધ્ર પ્રદેશ,ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે.કોર્ટે 28મી માર્ચ સુધી કોરોનાથી જે મૃત્યુ થયા હોય તેના માટે વળતરનો દાવો કરવા 60 દિવસની સમય મર્યાદા નક્કી કરી છે.જ્યારે ભવિષ્યમાં થનારા મૃત્યુ મામલે વળતર મેળવવા 90 દિવસની અંદર દાવો કરવાનો રહેશે.

અગાઉ સોમવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી.આ દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુ મામલે ઓથોરિટીઝ પાસે વળતર ચુકવણીનો દાવો કરવા માટે કેન્દ્ર દ્વારા 4 સપ્તાહની સમય મર્યાદા આપવામાં આવી છે તે પર્યાપ્ત નથી.

Share Now