24મી માર્ચ, 2022 ગુરૂવાર ચેન્નાઈ : ક્યારેય કોઈપણ નિર્ણયની કોઈને પણ ખબર ન પડવા દેનાર કેપ્ટન કૂલ માહીએ એકાએક હવે ચેન્નાઈ સુપરકિંગની કેપ્ટન્સી પણ છોડી દીધી છે.IPL2022ની શરૂઆતને હવે ગણતરીના કલાક જ બાકી છે ત્યાં ધોનીએ સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે.
CSKએ એક આધિકારીક નિવેદનમાં જણાવ્યું છે કે આઈપીએલ 2022 માટે ટીમનું સુકાનીપદ ધોની છોડ્યું છે અને ટીમે નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાનું નામ સિલેક્ટ કર્યા છે.
IPLની 15મી સીઝનના 48 કલાકમાં ટોપમોસ્ટ ફેનબેઝ ધરાવતા સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીએ તમામ દર્શકો-ફેન્સ-એક્સપર્ટસને ચોંકાવતા સુકાનીપદેથી રાજીનામું આપ્યું છે.
માહીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપરકિંગ 12 સીઝન આઇપીએલ રમ્યું છે જેમાં 11 વખત પ્લેઓફમાં આવ્યું છે અને 9 વખત ફાઈનલ રમી ચૂક્યું છે.ધોનીની ટીમે 4 વખત આઈપીએલની ટ્રોફી પર કબ્જો કર્યો છે.
માહીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપરકિંગ 12 સીઝન આઇપીએલ રમ્યું છે જેમાં 11 વખત પ્લેઓફમાં આવ્યું છે અને 9 વખત ફાઈનલ રમી ચૂક્યું છે.ધોનીની ટીમે 4 વખત આઈપીએલની ટ્રોફી પર કબ્જો કર્યો છે. કેપ્ટન કૂલના મેચ વીનિંગ પર્સન્ટેજ 60%થી પણ વધુ છે.
જાડેજા 14 વર્ષે કેપ્ટન બનશે :
IPL2022થી જાડેજાના શિરે સીએસકેની કેપ્ટનસી આવી છે.આ અગાઉ જાડેજા 2007-08માં કેપ્ટન રહી ચૂક્યો છે જ્યાં સર જાડેજા વિનુ માંકડ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.