સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત $ 400 બિલિયન માલની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગ કામ કરી રહ્યો છે.જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.
એપ્રિલ 21-ફેબ્રુઆરી 22માં દેશની જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને $35.48 બિલિયન થઈ છે,એમ કોલિન શાહ,ચેરમેન,જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જણાવ્યું હતું.
ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.આ સિદ્ધિનું મહત્વ એ છે કે રોગચાળા પછી તરત જ લક્ષ્યની સિદ્ધિ થઈ છે.રત્ન અને ઝવેરાત ઉદ્યોગને USD 400 બિલિયન નિકાસ લક્ષ્યાંકમાં લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.