બારડોલી : સુરત જિલ્લામાં મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા માટે સુરત જિલ્લા પોલીસે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથધરતા ગુન્હેગારોમાં નાસભાગ મચી ગઈ છે.
સુરત જિલ્લામાં અવારનવાર ગુનાઓ પળભરમાં બનતા હોય છે ત્યારે હત્યા તેમજ ચપ્પુની અણીએ લૂંટ,મારામારી બળાત્કાર જેવા અનેક ગુનાઓ અવારનવાર બનતા જોવા મળે છે.તેમજ આવા ગુન્હાઓ કરી ગુનેગારો ભાગી છૂટે છે ત્યારે ખાસ કરીને પલસાણા તાલુકામાં બહારથી આવતા પરપ્રાંતીયો તેમજ અન્ય વિસ્તારના લોકો પલસાણા તાલુકાના કડોદરા તાતીથૈયા તેમજ વરેલી અને જોળવા જેવા વિસ્તારોમાં ગુન્હાને અંજામ આપે છે.ત્યારે આ ગુન્હાઓને અટકાવવા માટે રેન્જ આઈ.જી. રાજ કુમાર પાંડિયન તેમજ જીલ્લા પોલીસ વડા ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારને રોકવા માટે આજરોજ કડોદરા જી.આઈ.ડી.સી ના PI હેમંત પટેલની આગેવાની હેઠળ સુરત જિલ્લા LCB – SOG સહિત જિલ્લાની પોલીસને સાથે રાખી સેન્સેટિવ વિસ્તારોમાં કોમ્બિનગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પ્રોબેસન ડી.એસ.પી વિશાખા જૈન તેમજ ડી.વાય.એસ.પી ભાર્ગવ પંડ્યા અને બી.કે વનાર સહિત 3 પી.આઈ,7 પી.એસ.આઈ અને 90 પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ મળી કુલ 104 પોલીસ જવાનોનો કાફલો રણ મેદાને ચડ્યો હતો જેમાં ખાસ કરીને સેન્સેટિવ વિસ્તાર વરેલી,કડોદરા,જોળવા અને તાતીથૈયા જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં 5 જેટલા ઈસમો ઘાતક હથિયારો તેમજ રોમિયો સ્ટાઇલની મોટરસાયકલ પોલીસને હાથે લાગી હતી.આ કડક કોમ્બિન્ગ દરમિયાન ગુન્હેગારોમાં ભય જોવા મળ્યો હતો.તો બીજી તરફ આ કોમ્બિન્ગ આવનારા દિવસોમાં અવારનવાર કરવામાં આવશે જેથી રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના હવાલે કરાશે મુજબનું જાણવા મળે છે.