સમગ્ર કેરળ 7 વર્ષના બાળકનો જીવ બચાવવા બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગ્યુ

418

તિરુવનંતપુરમ, તા. 25 માર્ચ 2022 શુક્રવાર : કેરળમાં અત્યારે સામાન્ય લોકોથી લઈને રાજનેતા,મંત્રી,મશહૂર હસ્તીઓ,સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જો સીધુ કહીએ તો લગભગ સમગ્ર કેરળ રાજ્ય છેલ્લા કેટલાક દિવસથી એક 7 વર્ષના બાળકનો જીવ બચાવવા માટે બ્લડ સ્ટેમ સેલ ડોનરની તપાસમાં લાગેલુ છે.કેરળમાં આ 7 વર્ષના કેન્સર રોગી શ્રીનંદન માટે એક સ્ટેમ સેલ ડોનર શોધવા માટે સમગ્ર રાજ્યના લોકો મળીને કામ કરી રહ્યા છે.તિરુવનંતપુરમના રહેવાસી શ્રીનંદનને બે મહિના પહેલા લ્યૂકેમિયાનની જાણ થઈ હતી.

શ્રીનંદનનુ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયુ છે.તેથી તેને દરરોજ ખૂન ચડાવવુ પડે છે.કેટલીક મેડીકલ વેબસાઈટ અનુસાર એક ભાઈ કે બહેનના સ્ટેમ સેલ ડોનર બનવા માટે મેચ થવાની સૌથી વધારે સંભાવના હોય છે.શ્રીનંદનને બે મહિના પહેલા જ લ્યૂકેમિયાની જાણ થઈ હતી ત્યારથી આ 7 વર્ષના બાળકનુ કોચ્ચિમાં અમૃતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.એઈમ્સના ડોક્ટર અનુસાર માત્ર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જ શ્રીનંદનનો જીવ બચાવી શકે છે.જોકે એ સરળ નથી અને આની સફળતાનો દર આનુવંશિક મેચિંગ સહિત કેટલાક કારક પર ઘણુ વધારે નિર્ભર કરે છે જે ઘણુ દુર્લભ છે.સ્ટેમ સેલ ડોનર બનવા માટે આપની પાસે એવા સ્ટેમ સેલ હોવા જોઈએ જે તે વ્યક્તિથી મેળ ખાતા હોય જેને આપ ડોનેટ કરી રહ્યા છો.

ભાઈ કે બહેનના સ્ટેમ સેલ મેચ હોવાની સૌથી વધારે સંભાવના હોય છે.સ્ટેમ સેલના મેચ હોવાની સંભાવના 4માંથી 1 હોય છે.આને મેચ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે.પરિવારમાં કોઈ બીજાના સ્ટેમ સેલ મેચ હોવાની સંભાવના નથી.શ્રીનંદનના પરિવારે સમગ્ર દુનિયામાં રજીસ્ટર લાખો સ્ટેમ સેલ ડોનરો સાથે મેચ શોધવાનો પ્રયત્ન કર્યો,પરંતુ કોઈ ફાયદો થયો નહીં.કેરળમાં પણ તેમણે શ્રીનંદન માટે સ્ટેમ સેલ ડોનર શોધવા માટે લગભગ 6 લાખ ખૂનના નમૂનાની તપાસ કરી છે અને અત્યાર સુધીના પરિણામ નિરાશાજનક રહ્યા છે પરંતુ પરિવારે આશા છોડી નથી અને જેવુ જ આ વાત સોશ્યલ મીડિયા પર ફેલાઈ,કેટલાય લોકો શ્રીનંદનની મદદ માટે આગળ આવ્યા.કેરળમાં શુક્રવારે 15-50 વર્ષના લોકોનો સામૂહિક રક્ત નમૂના પરીક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેથી આ યુવકનો જીવ બચાવવા માટે સંભવિત સ્ટેમ સેલ ડોનરની ઓળખ કરવામાં આવી શકે.

Share Now