
નવી દિલ્હી, તા.26 માર્ચ 2022,શનિવાર : ટ્રેડિશનલ મેડિસિનને લઈને ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) એક મહત્વનું પગલું ભર્યું છે.આયુષ મંત્રાલયે ગઈ કાલે ગુજરાતના જામનગરમાં ભારતમાં
ટ્રેડિશનલ મેડિસિન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.આ કરારથી ઉત્સાહિત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને જણાવ્યું કે,ભારતની ટ્રેડિશનલ મેડિસિન અને સ્વાસ્થ્ય પદ્ધતિઓ વિશ્વ સ્તર પર ખૂબ જ લોકપ્રિય છે.આ WHO સેન્ટર આપણા સમાજમાં તંદુરસ્તી વધારવામાં ખૂબ જ મદદરૂપ બનશે.
ગુજરાતના જામનગરમાં સ્થાપિત થશે
આયુષ મંત્રાલયે ગઈ કાલે ગુજરાતના જામનગર ખાતે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની વચગાળાની કચેરી ગુજરાતમાં ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદમાં સ્થિત છે.
WHO ગ્લોબલ સેન્ટરના ઉદ્ઘાટન માટે નરેન્દ્ર મોદી આવી શકે તેવી શક્યતા છે.24 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં આ પ્રોજેક્ટ સબંધિત ખાતમૂહર્ત અને પ્રોજેક્ટ પ્લાનિગ માટે આવે તેવી સંભાવના છે.
જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે,તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા,સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.
એટલું જ નહિ,આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન,પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.