મુંબઈ, તા. 26 માર્ચ 2022, શનિવાર : નવી મુંબઈ સ્થિત કશિશ લાખાણી રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં પ્રતિષ્ઠિત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જીતી છે.કશિશે પોતાની ટીમ સાથે મળીને સમગ્ર વિશ્વ (USA, કતાર,સિંગાપોર,દુબઈ,UK અને ઓસ્ટ્રેલિયા)ના 250થી વધુ સહભાગીઓને હરાવીને ઓનલાઈન એકસાથે ફરતા પઝલ ક્યુબ્સ સોલ્વ કરીને આ રેકોર્ડ સ્થાપ્યો છે.
બોર્ડ રૂમમાં આશરે 50 લોકોની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા થઈ હતી.તમામ સહભાગીઓને 15 રૂમમાં વહેંચી દેવામાં આવ્યા હતા અને દરેક રૂમમાં એક સ્ટુઅર્ડ પણ ફાળવવામાં આવ્યો હતો.ટેક્નિકલ ટીમની સાથે બે સાક્ષીઓ અને બે ટાઈમકીપર પણ રાખવામાં આવ્યા હતા.આખી ઈવેન્ટને પૂર્ણ થતાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે યોગ્ય પ્રમાણીકરણ બાદ પ્રતિભાને શોધી કાઢી હતી અને કશિશ લાખાણીને સત્તાવાર માન્યતા આપી હતી.
કશિશે જણાવ્યું કે,વિશ્વ ખિતાબ ઘરે લાવીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.મેં પ્રેરણા આપવા માટે આ સિદ્ધિ હાંસલ કરી છે.હું ઈચ્છું છું કે,મારા વિદ્યાર્થીઓ કશુંક અમૂલ્ય હાંસલ કરે.
કશિશ અને તેની ટીમ રૂબિક ક્યુબ,મેન્ટલ મેથ,સુડોકુ કેનકેન મેમરી એન્હાન્સમેન્ટ સહિતની અસંખ્ય પ્રવૃત્તિઓમાં સહભાગી બની રહ્યા છે જે મગજને કસવાનું કામ કરે છે.