IPLમાં સતત ચોથા વર્ષેથી નથી થઈ રહી ઓપનિંગ સેરેમની, જાણો કારણ…

367

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : આજથી એટલે કે 26મી માર્ચથી IPL 2022ની સીઝન શરૂ થઈ રહી છે. 15મી સીઝનની પ્રથમ મેચ છેલ્લી સીઝનની બે ફાઈનલિસ્ટ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (CSK vs KKR) વચ્ચે રમાશે.ટૂર્નામેન્ટની શરૂઆત ચોથા વર્ષની ઓપનિંગ સેરેમનીના બદલે સીધી ઓપનિંગ મેચથી થશે.છેલ્લી વખત IPLમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન વર્ષ 2018માં કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ સેરેમની વગર જ ટૂર્નામેન્ટનું બ્યુગલ વાગી રહ્યુ છે.

ILPના આયોજકોને પણ સેરેમની વગર કોઈપણ ટૂર્નામેન્ટ શરૂ કરવાનું વધુ યોગ્ય લાગ્યું હશે અને આ સીઝનની શરૂઆત પણ મોટા સ્ટાર્સ વગર જ થશે. ILPની પ્રથમ સીઝનથી જ ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવતું હતું.બોલિવૂડના મોટા સ્ટાર,મ્યુઝિક આઈકોન સમારોહની શોભા વધારતા હતા પરંતુ વર્ષ 2019 બાદ ઓપનિંગ સેરેમની વગર ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

– જવાનો પર આતંકી હુમલા બાદ રદ્દ કરી હતી ઓપનિંગ સેરેમની

હકીકતમાં વર્ષ 2019માં પુલવામા ખાતે CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ આયોજકોએ ઓપનિંગ સેરેમની રદ્દ કરી હતી.તે હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.ગયા વર્ષે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે IPL ઓપનિંગ સેરેમનીને અસર થઈ હતી પરંતુ આ વખતે સેરેમની ન યોજવા પાછળનું કારણ પુલવામા હુમલો,કોરોના વાયરસ કે લોકડાઉન નથી.

જાણવા મળ્યા મુજબ આયોજકોએ લોકોના ઓછા રસ અને સમારંભના કારણે બોર્ડને થનારા નુકસાનના કારણે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે.ઓપનિંગ સેરેમની માટે બોર્ડે આશરે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો.

Share Now