માત્ર કાશ્મીરી પંડિતોનુ લોહી દેખાયુ, 32 વર્ષમાં માર્યા ગયેલા મુસ્લિમો નહીં, કાશ્મીર ફાઈલ્સ પર ભડકયા મૌલવી

436

નવી દિલ્હી, તા. 27. માર્ચ. 2022 રવિવાર : ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને વિવાદ યથાવત છે.

જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાની જામા મસ્જિદના મૌલવી ફારુખ પણ આ વિવાદમાં કુદી પડયા છે.તેમણે મસ્જિદની અંદર કરેલા સંબોધનમાં હજારો લોકોને કહ્યુહ તુ કે,આ ફિલ્મ પર બેન મુકવામાં આવે.કારણકે તેમાં કાશ્મીરી મુસ્લિમોના દર્દને નજર અંદાજ કરાયુ છે.

તેમણે કહ્યુ હતુ કે,કાશ્મીરમાં હજારો મુસ્લિમો માર્યા ગયા છે પણ તેની ચર્ચા કોઈ કરી રહ્યુ નથી.સમાજમાં ભાગલા પડાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે.આપણે 800 વર્ષ શાસન કર્યુ છે અને આ લોકોના શાસનને 70 વર્ષ જ થયા છે.આપણી ઓળખને તેઓ ભુંસી નહીં શકે.

તેમણે કહ્યુ હતુ કે,ફિલ્મ પર બેન મુકવામાં આવે.તેમને 32 વર્ષમાં કાશ્મીરી પંડિતોનુ લોહી જ નજરે પડ્યુ પણ આ દરમિયાન કેટલા મુસ્લિમો માર્યા ગયા તેનો ઉલ્લેખ કર્યો નથી.

Share Now