મુંબઈ, તા. 27 માર્ચ 2022 : બોલીવૂડના સુપર સ્ટાર આમીરખાનની નવી ફિલ્મ આગામી દિવસોમાં રજૂ થવાની છે ત્યારે આમીરે એક ધડાકો કરતા કહ્યુ છે કે,કોરોનાકાળમાં એક તબક્કે મેં ફિલ્મોમાંથી સન્યાસ લઈ લેવાનો નિર્ણય કર્યો હતો.
એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આમીરે કહ્યુ હતુ કે,હું પહેલી વખત આ વાત કરી રહ્યો છું.મેં મારા પરિવારને એક તબક્કે કહ્યુ હતુ કે,લાલ સિંહ ચઢ્ઢા બાદ હું કોઈ ફિલ્મ કરવાનો નથી.હું અભિનય પણ નહીં કરુ અને ફિલ્મ પ્રોડ્યુસ પણ નહીં કરુ.હું તમારી સાથે સમય પસાર કરવા માંગુ છું.
આમીરે કહ્યુ હતુ કે,કદાચ ગુસ્સામાં હું બોલી ગયો હતો અને મારી આ વાત સાંભળીને પરિવારના સભ્યો પણ શોક થઈ ગયા હતા.તે સમયે તેમણે મારી સાથે કોઈ દલીલબાજી કરી નહોતી.હું તો જાહેરમાં જ આ વાત કરવા માંગતો હતો પણ પછી મને લાગ્યુ હતુ કે લોકોને લાગશે કે હું મારી ફિલ્મના પ્રમોશન માટે આવી વાત કરી રહ્યો છું.
આમીરે આગળ કહ્યુ હ તુ કે,મે વિચાર્યુ હતુ કે એક વખત ફિલ્મ રિલિઝ થઈ જાય પછી હું ફિલ્મો છોડી દઈશ અને મને કોઈ પૂછશે પણ નહીં.જોકે આ જાહેરાતના દિવસો બાદ મારા બાળકોએ મને સમજાવ્યો હતો કે તમે આવુ ના કરતા.તમે લાઈફને બેલેન્સ કરવાનુ વિચારો અને ફિલ્મોમાં અભિનય કરવાનુ ચાલુ રાખો.કિરણે પણ મને સમજાવ્યો હતો અને તે રડવા માંડી હતી કે તુ ખોટુ કરી રહ્યો છે.એક્ટિંગ તારી અંદર વસેલી છે અને ફિલ્મમાંથી સન્યાસ લેવાનો નિર્ણય અમારી સમજની બહાર છે.
આમીરે કહ્યુ હતુ કે,આ બે વર્ષોમાં ઘણુ બધુ થયુ છે અને હું ઈન્ડસ્ટ્રી છોડીને પાછો પણ આવી ગયો છું.