નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : ચીનમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે અને તેના સૌથી મોટા શહેર શાંઘાઈના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.શાંઘાઈના પુડોંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારથી શુક્રવાર સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.આ સાથે જ મોટા પાયે કોવિડની તપાસ કરવામાં આવી રહી છે.
શાંઘાઈના સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે,હુઆંગપુ નદીના વેસ્ટ સાઈડમાં ડાઉનટાઉન પ્રદેશમાં શુક્રવારથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા,ખાવા-પીવાની વસ્તુઓ ઓનલાઈન મગાવાવ,મહત્વના કાર્યાલયો સિવાયના અન્ય કાર્યાલયોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શાંઘાઈના અનેક સેક્ટરને તાળા લાગ્યા
કોરોનાના પ્રસારને રોકવા માટે 26 મિલિયન લોકોની વસ્તી ધરાવતા શાંઘાઈ શહેરના અનેક સેક્ટરને બંધ કરવામાં આવ્યા છે.સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.વિવિધ જગ્યાએ બૂથ બનાવીને કોવિડની તપાસ કરવામાં આવી રહી છે.જો કે લોકડાઉનના કારણે શાંઘાઈના અર્થતંત્ર પર ખરાબ અસર પડી રહી છે કારણ કે કોરોનાના કારણે શાંઘાઈનું ડિઝની થીમ પાર્ક પહેલેથી બંધ છે.
કોરોનાને રોકવા માટે મહત્વના પ્રયત્નો
અત્યારે ચીનના ઉત્તરપૂર્વી પ્રાંત જિલિનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.જ્યારે બીજિંગ ‘ડાઈનેમિક ઝીરa કોવિડ’ નીતિ અંતર્ગત કોવિડને રોકવાના પ્રયત્નો ચાલુ છે.સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે કોવિડને અસરકારક રીતે રોકવા માટે જરૂરી છે કે તાત્કાલિક લોકડાઉન લગાવવામાં આવે.
ચીનમાં વૃદ્ધોનું ઓછું રસીકરણ
ચીનમાં રસીકરણનો આંકડો 87 ટકા છે જેમાં વૃદ્ધોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.