નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : દક્ષિણપૂર્વ એશિયાની સી લિમિટેડની ઇ-કોમર્સ કંપની શોપી(Shopee)એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે વૈશ્વિક બજારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તેના ભારતના કારોબારને બંધ કરવા જઈ રહી છે.
સિંગાપોર હેડકવાર્ટર ધરાવતી ટેક્નોલોજી સમૂહે ઓક્ટોબર, 2021માં જ હજી ભારતમાં આંતરરાષ્ટ્રીય કારોબાર વિસ્તરણના ભાગરૂપે કારોબાર શરૂ કર્યું હતું.આ સિવાય કંપનીએ યુરોપમાં પણ કામગીરીનું વિસ્તરણ કર્યું હતું.
શોપીએ ફ્રાન્સમાંથી બહાર નીકળવાની જાહેરાત કર્યા બાદ અને ભારતે Seaની લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન “Free Fire” પર પ્રતિબંધ મુકતા હવે તેણે ભારતનો ઈ-કોમર્સ કારોબાર બંધ કરવાની જાહેરાત કરી છે.
આ પ્રતિબંધ બાદ ન્યૂયોર્ક લિસ્ટેડ દક્ષિણપૂર્વ એશિયન કંપનીનું બજાર મૂલ્ય એક જ દિવસમાં 16 અબજ ડોલર ઘટી ગયું હતુ.