હોમો કોણ હતા ? ઈઝરાયેલમાં એક નવી રહસ્યમય માનવ પ્રજાતિની શોધ

426

નવી દિલ્હી,તા.29 માર્ચ 2022,મંગળવાર : પુરાતત્વવિજ્ઞાનિકોના એક આંતરરાષ્ટ્રીય જૂથે માનવ ઉત્ક્રાંતિની કહાનીનો એક ખૂટતો ભાગ શોધી કાઢ્યો છે.ઈઝરાયેલના નેશેર રામલા ખાતે ખોદકામ કરતા એક ખોપરી મળી આવી છે.જે કદાચ હોમો વસ્તીનું છેલ્લું હયાત ઉદાહરણ હોઈ શકે છે.આ વસ્તી લગભગ 4,20,000 થી 1,20,000 વર્ષ પહેલા જે હાલમાં ઈઝરાયેલમાં રહેતી હતી.

ઈઝરાયેલના સંશોધકો હર્શકોવિટ્ઝ, યોશી ઝેડનર અને સહકર્મચારીઓ ‘સાયન્સ’માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવ્યું છે કે,આ આદિકાળ માનવ સમુદાયે હજાર વર્ષો સુધી નજીકના હોમો સેપિયન્સ સમુદાય સાથે તેમની સંસ્કૃતિ અને જનીનો શેર કર્યા હતા.

નવા અશ્મિની ખોપરીના પાછળના ભાગો સહિત અન્ય ટુકડાઓનું અને લગભગ સમગ્ર જડબાનું વિશ્લેષણ સૂચવે છે કે તે વ્યક્તિના અવશેષ હતા સાથે જ તે સંપૂર્ણપણે હોમો સેપિયન્સ ન હતો.આ અવશેષો 140,000-1,20,000 વર્ષ જૂના છે.તેમજ હોમો વંશના આ લુપ્ત થયેલા સભ્યો નિએન્ડરથલ માનવોના નથી.એવું માનવામાં આવે છે કે,તે સમયે ફક્ત આ પ્રકારના માણસો આ વિસ્તારમાં રહેતા હતા.તેના બદલે આ વ્યક્તિ હોમોના એક વિશિષ્ટ સમુદાયનો હોય તેવું લાગે છે જેને વિજ્ઞાન દ્વારા અગાઉ ક્યારેય ઓળખવામાં આવ્યું નથી.

અન્ય અશ્મિભૂત માનવ ખોપરીઓ સાથે વિગતવાર સરખામણી કરતા,સંશોધકોએ શોધી કાઢ્યું હતુ કે,ખોપરીના પાછળના ભાગમાં હાડકા ‘પ્રાચીન કાળ’ ની વિશેષતાઓ છે જે શરૂઆતના અને ત્યારપછીના હોમો સેપિયન્સથી અલગ છે.આ હાડકા નિએન્ડરથલ્સ અને શરુઆતના હોમો સેપિયન્સમાં જોવા મળતા હાડકાં કરતાં થોડું મોટુ છે.

લેખકોએ સૂચવ્યું હતું કે,ઈઝરાયેલમાં અન્ય સ્થળોએ મળી આવેલા અવશેષો જેમ કે,પ્રખ્યાત લેડી ઓફ તાબૂન આ નવી માનવ વસ્તીનો ભાગ હોઈ શકે છે.’લેડી ઓફ તાબૂન’ શોધ વર્ષ 1932માં થઈ હતી.

Share Now