– વાર્ષિક ધોરણે જીએસટીની આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો
– માર્ચમાં જીએસટી કલેક્શન રૂ. 1,42,095 કરોડ : જેમાં સેન્ટ્રલ જીએસટી 25,830 કરોડ, સ્ટેટ જીએસટી 32,378 કરોડ, ઇન્ટેગ્રેટેડ જીએસટી 74,470 કરોડ
– આ અગાઉનું સૌથી વધુ જીએસટી કલેક્શન જાન્યુઆરી, 2022માં 1.40 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું
નવી દિલ્હી : માર્ચ, 2022માં જીએટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.જે અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટી છે.વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
આ અગાઉનું સૌથી વધુ જીએસટી કલેક્શન જાન્યુઆરી, 2022માં 1.40 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા કવાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચમાં સરેરાશ માસિક ગ્રોસ જીએસટી કલેક્શન 1.38 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.2021-22ના પ્રથમ કવાર્ટરમાં સરેરાશ માસિક ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. 1.10 લાખ કરોડ,બીજા કવાર્ટરમાં રૂ. 1.15 લાખ કરોડ અને ત્રીજા કવાર્ટરમાં રૂ. 1.30 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.માર્ચમાં જીએસટી કલેકશન 1,42,095 કરોડ રૂપિયા રહ્યું છે.જે પૈકી સેન્ટ્રલ જીએસટી25,830 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 32,378 કરોડ રૂપિયા,ઇન્ટેગ્રેટેડ જીએસટી 74,470 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.ઇન્ટેગ્રેટેડ જીએસટીની રકમમાં 39,131 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પર વસૂલ કરવામાં આવ્યા હતાં. 9417 કરોડ રૂપિયાનું સેસ વસૂીલ કરવામાં આવ્યું હતું.
સેસની આ રકમમાં 981 કરોડ રૂપિયા વસ્તુઓની આયત પર વસૂલવામાં આવ્યા હતાં.ફેબુ્રઆરી, 2022માં ઇ-વે બિલની રકમ પણ વધીને 6.91 કરોડ રૂપિયા રહી છે.જે જાન્યુઆરી, 2022માં 6.88 કરોડ રૂપિયા હતી.ફેબુ્રઆરીમાં ઓછા દિવસો હોવા છતાં ઇ-વે બિલની રકમમાં વૃદ્ધિ જોવા મળી છે.