દેશમુખ, સચિન વાઝેની કસ્ટડી ટ્રાન્સફર માટે CBI ને મંજૂરી

437

મુંબઈ : ભ્રષ્ટાચાર સંબંધી કેસમાં માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય બેની કસ્ટડી કેેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર કરવા સીબીઆઈએ વિશેષ કોર્ટમાં અરજી કરી હતી.વાઝેને સૂચના આપીને મુંબઈના બાર અને રેસ્ટોરાં માલિકો પાસેથી લાંચ લેવાના મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ દેશમુખની ધરપકડ કરી હતી.

સીબીઆઈએ વિશેષ કોર્ટમાં અરજી કરી હતી કે જેમની કસ્ટડીમાં આરોપીઓ હાલ છે તે કોર્ટને આદેશ આપવામાં આવે.દેશમુખના અંગત સચિવ સંજીવ પાલાંડે અને ખાનગી સચિવ કુંદન શિંદે સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસ ચલાવતી વિશેષ કોર્ટની કસ્ટડીમાં છે.વાઝે એનઆઈએ કોર્ટની કસ્ટડીમાં છે.આ બધી કોર્ટોને તેમની કસ્ટડીમા ંરહેલા ચાર જણને સીબીઆઈ તપાસ અધિકારીની કસ્ટડીમાં સોંપવાની અરજી કરવામાં અવાી છે.અરજી માન્ય કરવામાં આવે છે અને સંબંધીત કોર્ટને રિક્વેસ્ટ લેટર મોકલવામાં આવે એમ વિશેષ સીબીઆઈ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.

Share Now