શ્રી સત્ય સાઈ સેવા સમિતિ કડોલી -મરોલી વિભાગનો ૩૧મો બાળરોગ નિદાન કેમ્પ ડાંગ યોજાયો

387

સાપુતારા : શ્રી સત્યસાઈ સેવા સમિતિ કડોલી-મરોલી વિભાગ દ્વારા ડાંગને અડીને આવેલા મહારાષ્ટ્રના સુરગણા તાલુકાના ચીંચલા ગામે ૩૧માં બાળરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કેમ્પમાં ૧૮૭ જેટલા બાળકોને તપાસી જરૂરી ઈલાજ સાથે વિના મુલ્યે દવા પણ આપવામાં આવી હતી.

નવસારી જિલ્લાના મરોલી ખાતે માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર સાથે ભગવાન શ્રી સત્ય સાઈ બાબા આશીર્વાદથી સેવાયજ્ઞ ચાલવતા ડો. ચેતન મહેતા ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ અંતરિયાળ ગામોમાં સેવા યજ્ઞ કરતા આવ્યા છે.ગુજરાતના ડાંગ જિલ્લામાં અનેક સફળ કેમ્પ બાદ નજીકના મહારાષ્ટ્રના ગામોની પરિસ્થિતિ જોયા બાદ અહીંના લોકો માટે પણ સેવા કાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો.જે મુજબ ડાંગને અડીને આવેલા મહારાષ્ટ્રના સુરગણા તાલુકાના ચીંચલા ગામે બાળરોગ નિદાન કેમ્પ નું આયોજ કર્યું હતું આ કેમ્પમાં ચિંચલા અને તેની આસપાસના ગામના બાળકોને તપાસવામાં આવ્યા હતા અને તેમને વિના મુલ્યે જરૂરી સારવાર અને દવા પણ આપવામાં આવી હતી. કડોલી મરોલી વિભાગ સેવા સમિતિ દ્વારા યોજાયેલ આ ૩૧મો કેમ્પ હતો.ડોકટર ચેતન મહેતા અને તેમની ટિમ નવસારી અને નવસારી અને ડાંગ જીલ્લાના અંતરિયાળ ગામોમાં જઈ ગરીબ અને જરુરીયાત મંદો ને શોધી કાઢી તેમની નિસ્વાર્થ સેવા કરે છે જેમાં બાળરોગ નિદાન કેમ્પ સાથે નેત્રરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સાથે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી અને સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર સાકાર કરે છે.સંસ્થા સાથે મેડિકલ સ્ટોર ચલાવતા અન્ય લોકો પણ વિના મૂલ્યે દવા આપવા કેમ્પમાં આવે છે જેમાં વાંસદાના જાવેદ પઠાણ,અમે નવસારીના ભૈરવ બારોટ અને જયેશ નાયક દરેક કેમ્પમાં સેવા આપે છે.વિના મૂલ્યે દવા સાથે જીવન બાળકોને કપડાં,નોટબુક,છોકરીઓને હેર પિન જેવી અન્ય ચીજ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ૭૦૦ જેટલા લોકોને ભોજન પણ કરાવ્યું હતું.

Share Now