ભોજનમાં કેટલી કેલરી અને પ્રોટીન જરૂરી છે? દેશની જનતા માટે નવી ફૂડ ગાઈડલાઈન જાહેર કરાશે

410

નવી દિલ્હી, તા. 04 એપ્રિલ 2022 સોમવાર : હૈદરાબાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુટ્રીશનના ડાયરેક્ટર ડો આર હેમલતાએ કહ્યુ કે દેશની જનતા માટે ફૂડ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી રહી છે.લોકોને સ્વસ્થ રહેવા માટે શુ અને કેટલુ ખાવુ જોઈએ.આના સાથે સંબંધિત જાણકારીઓ આ ગાઈડલાઈનમાં આપવામાં આવશે.આશા છે કે આ વર્ષના અંત સુધી આ ગાઈડલાઈન જારી થઈ જશે.ડો હેમલતાએ જણાવ્યુ કે ભોજન સાથે સંબંધિત આ દિશાનિર્દેશ 6 મહિનાના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધ માટે હશે.

આ ગાઈડલાઈનમાં 16 પોઈન્ટ રાખવામાં આવ્યા છે.આને એટલા સરળ રીતે બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ દિશાનિર્દેશોને સમજી શકે.આને વર્ષ 2019થી તૈયાર કરવામાં આવી રહ્યુ છે. 6 થી 10 વૈજ્ઞાનિકો અને ડાયટીશિયન્સ સાથે મળીને આને તૈયાર કરવામાં આવ્યા છે.જાણકારો અનુસાર ભોજનમાં સીરિયલ્સથી 50-60 ટકા કેલરી આવવી જોઈએ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આ 70 ટકા કેલરી લોકોને મળી રહી છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું છે.

ખોરાકમાં કેટલી કેલરી અને પ્રોટીન છે જરૂરી

ખોરાકમાં 20 થી 50 ટકા ચરબી હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારના ખોરાકમાં 40 ટકા સુધી ફેટ જોવા મળી રહ્યુ છે.પ્રોટીનની વાત કરીએ તો ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ 12-15 ટકા હોવું જોઈએ. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં લોકોને માત્ર 10 ટકા પ્રોટીન મળી રહ્યું છે. તે લોકો માટે કેલરી, ચરબી અને પ્રોટીન યોગ્ય માત્રામાં લેવું મહત્વપૂર્ણ છે કારણ કે તેની ઉણપને કારણે શરીરને ઘણી આડઅસરનો સામનો કરવો પડે છે.

ભોજનની ગાઈડલાઈન

તમે બે પ્રકારના ખોરાક લો.ઉદાહરણ તરીકે, એક રાંધેલો ખોરાક અને બીજું પેકેજ્ડ ફૂડ.આપણે બંનેનો કેવી રીતે અને કેટલો ઉપયોગ કરીએ? આ માટે માર્ગદર્શિકા આવશ્યક છે.મૂળ વાત એ છે કે તમારા માટે ડાયટ ચાર્ટ કે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.તે તમને ખ્યાલ આપશે કે શું તમે ખાવાથી કે ન ખાવાથી સ્વસ્થ રહી શકો છો.

માર્ગદર્શિકા શા માટે મહત્વપૂર્ણ છે?

એક સ્વસ્થ માણસને એક દિવસમાં બે હજાર કેલરીની જરૂર હોય છે.તો કોણે કેટલુ અને શું ખાવુ તે અંગે નવી માર્ગદર્શિકા જરૂરી છે.આ પ્રકારની પ્રથમ માર્ગદર્શિકા વર્ષ 2011માં આવી હતી.ફરીથી 2019 માં સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.આ વર્ષના અંત સુધીમાં, નવી ખાદ્ય માર્ગદર્શિકા લોકો માટે ઉપલબ્ધ હશે.

Share Now