૨૦૨૧-૨૨માં ભારતની કુલ નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર

394

– ૨૦૨૦-૨૧ંમાં ભારતની કુલ નિકાસ ૨૯૨ અબજ ડોલર રહી હતી
– પેટ્રોલિયમ,એન્જિનિયરિંગ,જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ પ્રોડક્ટની નિકાસ વધવાને કારણે સમગ્ર વર્ષની નિકાસ વધી

નવી દિલ્હી, તા. ૩ : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નિકાસ વિક્રમજનક ૪૧૮ અબજ ડોલર રહી છે.આ સમયગાળા દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ વસ્તુઓ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલની નિકાસ વધવાને કારણે ૨૦૨૧-૨૨માં કુલ નિકાસમાં વિક્રમજનક વધારો થયો છે.વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૨૨માં નિકાસ વિક્રમજનક ૪૦.૩૮ અબજ ડોેલર રહી છે.ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૧માં નિકાસ ૩૫.૨૬ અબજ ડોલર રહી હતી.જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ નિકાસ ૨૯૨ અબજ ડોલર રહી હતી.ઉલ્લેખનીય છે કે ૨૧ માર્ચના રોજ જ ભારતની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૪૦૦ અબજ ડોલરને પાર કરી ગઇ હતી.
જે સેક્ટરની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે તે સેક્ટરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ,એન્જિનિયરિંગ,જેમ્સ એેન્ડ જ્વેલરી,કેમિકલ અને ફાર્માનો સમાવેશ થાય છે.ભારતે જે દેશોમાં સૌથી વધુ નિકાસ કરી છે તે દેશોમાં અમેરિકા,યુએઇ,બાંગ્લાદેશ,નેધરલેન્ડ, સિંગાપોર, હોૅગકોંગ, બ્રિટન, બેલ્જિયમ અને જર્મનીનો સમાવેશ થાય છે.

ગોયલે જણાવ્યું હતું કે ભારતની નિકાસ વિકસિત દેશો સહિતના અનેક દેશોમાં વધી છે.કોરોનાની સતત ચાલતી લહેરોને કારણે ઉભા થયેલા પડકારો છતાં ભારતની નિકાસમાં નોંધપૈાત્ર વૃદ્ધિ જોવા મળી છે.છેલ્લા ૧૨ મહિના એટલે કે એપ્રિલ, ૨૦૨૧થી માર્ચ, ૨૦૨૨ સુધી સતત ૧૨ મહિના ભારતની નિકાસ ૩૦ અબજથી વધારે રહી છે.ગોયલે વધુમાં જણાવ્યું હતું કે નિકાસકારો અને ઔદ્યોગિક સંગઠનોના પ્રયત્નો,રાજ્ય સરકારો અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના કારણે આ સિદ્ધિ હાંસલ કરી શકાઇ છે.

Share Now