‘ગૌમાતા બચાવો, ગુજરાત બચાવો’ના નારા સાથે માલધારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

228

– અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયા
– ગૌમાતાના નામે 27 વર્ષથી સત્તામાં રહેનારાઓ હવે ગાયોને ડબે અને પશુપાલકોને જેલમાં પુરી રહ્યા છેે

અમદાવાદ,તા.4 એપ્રિલ 2022, સોમવાર : અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સોમવારે માલધારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇને ગાયો અંગેનો કાયદો રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.રોડ પર બેસીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા.આજના આ કાર્યક્રમની મંજૂરી લીધી હોવા છતાંય માલધારી આગેવાન રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇ સવારે સ્થળ પર ન પહોંચે તે હેતુસર તેઓની સવારે સોલા પોલીસે અટકાયત કરી હતી. ભારે હોબાળા બાદ બે કલાકમાં તેઓને મુક્ત કરાયા હતા.

કલેક્ટર કચેરીનું પ્રાગણ પશુપાલકોના ટોળાથી ભરચક બન્યુ ંહતું. રઘુભાઇ દેસાઇએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘ગૌમાતા બચાવો, ગુજરાત બચાવો ‘નું આ આંદોલન છે.ગાયોના નામ ે છેલ્લા ૨૭ વર્ષથી એક પક્ષની સરકાર ચાલી રહી છે ,’ ગૌમાતાએ પણ હવે લાયસન્સ લેવું પડશે ‘તેવું ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.

સરકારે ગૌચરો વેચી માર્યા અને ગાયોને રખડતી કરી, વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ના પાડે છે અને હવે ગાયો અને પશુપાલન વ્યવસાયને ખતમ કરવા કાળો કાયદો લાવી દીધો !મુંબઇમાં આર.એ,કોલોનીમાં ગાયો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરાયેલી છે તેવી વ્યવસ્થા ગુજરાતમાં પણ ઉભી થઇ શકે તેમ છે.જ્યાં સુધી ગાયોનો આ કાળો કાયદો સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આજે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીમાં માલધારીઓએ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે.આગામી કાર્યક્રમમાં હવે પછી દરેક જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એક દિવસ માટે ‘પ્રતિક ઉપવાસ ‘પર બેસવાનું નક્કી કરાયું છે.ગાયોને બચાવવા ‘ચાલો ગાંધીનગર ‘કાર્યક્રમ પણ ઘડી કઢાશે.

નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સરકાર સંવેદનહીન બની ગઇ છે.ગૌમાતાને પૂજવાની હોય તેના સ્થાને તેને ડબામાં પુરે છે અને ગાયો રાખનારાઓને ે જેલમાં પુરે છે,ભારે આર્થિક દંડ ફટકારે છે.અંગ્રેજો પણ આવા અત્યાચાર નહોતા કરતા. પશુપાલન પર લાખો પરિવારો નભી રહ્યા છે.અન્ય સમાજ પણ પશુપાલન સાથે સંકળાયેલો છે.ત્યારે ઠાકોર,વિશ્નકર્મા,પંચાલ,દરજી,પાટીદાર,બ્રહ્મ,દલીત,જૈન અને ક્ષત્રિય સમાજે પણ આંદોલનને ટેકો આપ્યો છે.હવે જ્યાં સુધી કાયદો રદ નહીં થાય ત્યાં સુધી લડી લેવાશે.

નાગજીભાઇએ વધુમા ંજણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ ગાયોને લગતા આવા કાયદાની જરૂર ન હોવાનું અને આ કાયદા અંગે ફેરવિચારણા કરવા માટે સરકારને વિનંતી કરી છે તે આવકાર દાયક પગલું છે, સરકારે આ વિશે ચોક્કસ વિચારવું જોઇએ.નોંધપાત્ર છએકે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ અગાઉ આ કાયદાના આકરા દંડ વિશે તેમનો વિરોધ નોંધાવી સરકારને ફેરવિચારણાની વિનંતી કરી હતી.

Share Now