નવી દિલ્હી : 6 એપ્રિલ 2022 બુધવાર : અમેરિકાના સંયુક્ત ચીફ ઑફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વ વધુ અસ્થિર બની રહ્યું છે અને ચીન અને રશિયા સહિત મહાન શક્તિઓ વચ્ચે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સંભાવના વધી રહી છે.
મિલેએ યુએસ હાઉસ સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું કે, “અમે હવે બે વૈશ્વિક શક્તિઓનો સામનો કરી રહ્યા છીએ, ચીન અને રશિયા,બંને પાસે સૈન્ય ક્ષમતાઓ છે.આ બંને દેશ જે વૈશ્વિક વ્યવસ્થાના આધારે મૂળભૂત રીતે નિયમોને મૌલિક રુપથી બદલવાનો ઇરાદો રાખે છે. આપણે એક એવા વિશ્વમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જે વધુ અસ્થિર બની રહ્યું છે.મહાન શક્તિઓ વચ્ચે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સંભાવના વધી રહી છે, ઘટી નથી રહી.”
મિલેએ કહ્યું કે અમેરિકનની સામે જોનારા અને હુમલો કરવાનો પ્રયાસ કરનાર દરેક દેશ સામે અમારી સેના હરહંમેશ તૈયાર છે.અમેરિકન સેના કોઇ પણ દુશ્મન દેશને રોકવા, લડવા અને તેમની જીતવા માટે તૈયાર છે.
અમેરિકા છેલ્લા એક દાયકાથી યુરોપ અને સોવિયેટ સંઘની શાંતિ અને સલામતીના ઈચ્છુક છે.જોકે વિશ્વમાં સૌથી વધુ અજંમપાભરી સ્થિતિ આ ક્ષેત્રોમાં જ છે.યુક્રેનમાં ચાલી રહેલ સંઘર્ષ યુરોપિયન અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા બંનેને નબળી પાડવાની ધમકી આપે છે. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેનમાં એક વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, જ્યારે ડોનેટ્સક અને લુહાન્સ્કના અલગ-અલગ ગણરાજ્યોએ યુક્રેનિયન સૈનિકોના હુમલાઓથી તેમને બચાવવા માટે મદદની વિનંતી કરી.
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓપરેશન ફક્ત યુક્રેનિયન સૈન્ય માળખાને નિશાન બનાવી રહ્યું છે અને નાગરિક આબાદી ખતરામાં નથી.