અમારી જેમ બીજા રાજ્યો પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે, ઉત્તરાખંડ CM પુષ્કર ધામી

416

નવી દિલ્હી,તા.6 એપ્રિલ 2022,બુધવાર : ઉત્તરાખંડ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પહેલુ રાજ્ય બન્યુ છે.અહીંના સીએમ પુષ્કર ધામીએ આજે ભાજપ સ્થાપના દિવસ સમારોહ નિમિત્તે કહ્યુ હતુ કે, અમારી સરકારે જે વાયદો કર્યો હતો તેનો અમલ કર્યો છે.તેમણે કહ્યુ હતુ કે, આશા છે કે બીજા રાજ્યો પણ અમારૂ અનુસરણ કરીને યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરશે.તેમના નિવેદનને સીએમ યોગી સહિત ભાજપ શાસિત રાજ્યોના બીજા સીએમ તરફ કરેલો ઈશારો માનવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ પહેલા કહી ચુકયા છે કે, યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો યોગ્ય સમયે અમે ઉઠાવીશું.

પુષ્કર ધામીનુ કહેવુ છે કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમારી સરકાર એક કમિટિ બનાવશે અને તેનો ડ્રાફટ તૈયાર કરશે.યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી સમાજમાં તમામ વર્ગના લોકોને સમાન અધિકારો મળશે અને મહિલાઓને પણ મદદ મળશે.રાજ્યની સાંસ્કૃતિક ઓળખ પણ જળવાઈ રહેશે. સાથે સાથે લગ્ન, છુટાછેડા, જમીન અને સંપત્તિના મામલામાં એક સરખો કાયદો લાગુ પડશે.

Share Now