પાકિસ્તાનમાં હવે શું થશે? આજથી નવી સરકારની કવાયત

290

– સોમવારે સવારે 11:00 વાગ્યે નવા વડાપ્રધાનની વરણી કરવા ફરી સદનની બેઠક થશે]

ઈસ્લામાબાદ, તા. 10 એપ્રિલ 2022, રવિવાર : ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પારિત થતાં હવે ડેપ્યુટી સ્પીકર દ્વારા આજે નવી સરકાર માટેની કવાયત શરૂ કરવામાં આવશે.આ માટે આજે બપોરે 2:00 કલાક સુધીમાં નવી સરકારનો દાવો કરવા માટે, વડાપ્રધાનના નામ માટે દાવો કરવાનો સમય આપવામાં આવ્યો છે.આ પછી સોમવારે સવારે 11:00 વાગ્યે નવા વડાપ્રધાનની વરણી કરવા ફરી સદનની બેઠક થશે.વિરોધ પક્ષ વતી બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ અને નવાઝ શરીફના ભાઈ શેહબાઝ શરીફ નવી સરકારની રચના માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવશે.

Share Now