– યુનોના મહામંત્રીએ ઉચ્ચારેલી ચેતવણી
– દર ચાર મહિને કોરોનાનું નવું વેરિઅન્ટ આવે છે,કોરોના મહામારી ખતમ થઇ નથી : એન્ટોમિયો ગુટેરેસ
વૉશિંગ્ટન : દર ચાર મહિને કોરોનાનો નવો વેરિઅન્ટ બહાર આવે છે.આ જોતાં, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે,ચેતવણી આપી છે કે કોરોના મહામારી હજી ખતમ નથી થઈ.યુરોપમાં રોજે રોજ ૧૫ લાખથી પણ વધુ કેસ નોંધાતા જાય છે. તેથી કોરોનાના નવા વેરિયન્ટનાં નવાં મોજાનો ભય ફેલાઈ રહ્યો છે.તેઓએ કહ્યું હતું કે એશિયામાં કોરોનાનો પ્રકોપ ફરી ફેલાઈ રહ્યો છે.આથી દરેક દેશની સરકારો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દરેક વ્યક્તિનાં રસીકરણ માટે સતત સક્રીય રહેવું જરૂરી છે. તેમણે સાથે મળી કામ કરવા અપીલ કરી છે.
GAVI COVAX એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ સમિટ ૨૦૨૨માં ‘ગુટેરસે વન વર્લ્ડ પ્રોટેક્ટેડ બ્રેક કોવિદ નાઉ’ તેવો સંદેશો વર્લ્ડ વાઇડ વેબ ઉપર વહેતો મુક્યો છે.સાથે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદર પણ વધી રહ્યો છે.તેનું કારણ ઉચ્ચતર રસીકરણનો અભાવ પણ છે.તેમણે ખેદ સાથે જણાવ્યું હતું કે કેટલાક સમૃદ્ધ દેશો બીજા ડોઝની તૈયારી કરી રહ્યા છે.પરંતુ હજી ૧/૩ લોકોનું રસીકરણ થયું નથી.તેટલું જ નહી પરંતુ ૭૦% રસીકરણનું લક્ષ્ય તો હજી ઘણું દૂર રહ્યું છે.