ટેસ્ટ બેટ્સમેનોમાં સ્મિથ, વિલિયમસન, બાબર અને રુટ કરતાં કોહલી ચડિયાતો

199

મુંબઈ, તા.૧૪: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને વર્તમાન ટેસ્ટ ક્રિકેટનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે.વોટસને કહ્યું કે,હાલના આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં કોહલી તેના હરિફ એવા સ્મિથ,વિલિયમસન,બાબર અને રુટ કરતાં ચડિયાતો છે. વોટસને કહ્યું કે, કોહલીએ ટેસ્ટમાં ઘણા ઉંચા માપદંડો સ્થાપિત કર્યા છે અને છેલ્લા કેટલાક સમયથી તે આગવી લયમાં જોવા મળ્યો નથી,પણ તેવું તો બધા બેટ્સમેનોની કેરિયરમાં જોવા મળતું હોય છે.આઇસીસી રીવ્યૂના એક એપિસોડમાં કોહલીએ કહ્યું કે, ટેસ્ટ મેચ ક્રિકેટમાં હું હંમેશા કોહલીને જ બેસ્ટ બેટ્સમેન માનું છું. તેનો દેખાવ અત્યંત અસાધારણ રહ્યો છે. તે દરેક મેચમાં હાઈ ઈન્ટેન્સિટી સાથે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતો રહે છે. તેની આ કુશળતા જ તેને બધા કરતાં ચડિયાતો સાબિત કરે છે.વોટસને ટેસ્ટના નંબર ટુ બેટ્સમેન તરીકે પાકિસ્તાનના કેપ્ટન બાબરને પસંદ કર્યો હતો. તેણે કહ્યું કે, બાબરનું પર્ફોમન્સ શાનદાર રહ્યું છે.તે ખુબ જ ઝડપથી પીચ પર સેટ થઈ જાય છે અને ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કરી રહ્યો છે. તેણે ઊમેર્યું કે, ટેસ્ટના બેસ્ટ બેટ્સમેનોમાં સ્મિથને હું ત્રીજો ક્રમ આપીશ. તે અગાઉની જેમ બોલર પર દબાણ સર્જી શકતો નથી.વોટસને હાલના ટેસ્ટ બેટ્સમેનોમાં વિલિયમસનને ચોથો ક્રમ અને રુટને પાંચમો ક્રમ આપ્યો હતો.

Share Now