રાજકોટ: માધવપુર ઘેડના મેળામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે જાહેર પ્રવચનમાં શ્રીકૃષ્ણ વિવાદ બાબતે ગંભીર છબરડો વાળતા લોકોમાંં તીવ્ર રોષની લાગણી જન્મી છે તે સ્થિતિમાં પોતાનું નામ લાલા આહિર અને સાસણગીરથી હોવાનું જણાવતા એક વ્યક્તિએ પાટિલને ફોપાટિલને આહિર વ્યક્તિએ ફોન કરીને તતડાવી કહ્યું-દ્વારકા આવી માફી માંગોપાટિલને આહિર વ્યક્તિએ ફોન કરીને તતડાવી કહ્યું-દ્વારકા આવી માફી માંગોન કરીને આ મુદ્દે રીતસર તતડાવીને દ્વારકા આવીને માફી માંગવા કહ્યું હોવાનું અને પ્રદેશ પ્રમુખ આ માટે સહમત થયાની વાતચીતનો ઓડિયો આજે સોશ્યલ મિડીયામાં ભારે વાયરલ થયો હતો. આ વ્યક્તિએ ફોન ન કાપતો..એમ કહીને કૃષ્ણ ભગવાન વિષે તમે બોલ્યા હતા તમે…હું લાલો આહીર બોલું છું તેમ કહેતા પાટિલના અવાજમાં ‘હું કાન પકડી ને માફી માંગી લઉં છું.’ તેમ કહેતા આ વ્યક્તિએ ‘માફી માંગવા તમારે દ્વારકા આવવાનું થાય એમ કહેતા પાટિલે આજે તો નહીં આવી શકાય, છ-આઠ દિવસમાં આવું છું કહ્યું હતું. આ વાતચીતનો ઓડિયો આજે વ્યાપક રીતે વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જીતુ વાઘાણીના ઉચ્ચારણો અને માધવપુરમાં પાટિલના ઉચ્ચારણો પછી ભાજપ તરફથી કોઈ સત્તાવાર માફી માંગતું નિવેદન જારી નહીં કરાતા આ બન્ને ઈસ્યુ આજે પણ ચર્ચાનો વિષય બન્યા છે.