નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકર તરીકે પોતાનું નામ ડીજીટલ લિસ્ટમાં સામેલ કરાવ્યું હતું.આ પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસના કેટલાએ વરિષ્ઠ નેતાઓ પાર્ટીના ડીજીટલ સભ્ય બની રહ્યા હતા.કોંગ્રેસનાં આ વિશિષ્ટ સભ્ય અભિયાનના છેલ્લા દિવસે શુક્રવારે પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ ડીજીટલ સભ્ય તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું.સોનિયા ગાંધી પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહએ કોંગ્રેસના કેટલાયે વરીષ્ઠ નેતાઓ પણ પાર્ટીના ડીજીટલ સભ્ય બની ગયા છે.હવે તે સર્વવિદિત થઇ ગયું છે કે સોનિયા ગાંધી આગામી સંગઠન ચૂંટણીમાં ભાગ લેવાનાં છે.સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના ડેટા વિશ્લેષણ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ સોનિયા ગાંધીનું નામ કોંગ્રેસના ડીજીટલ સભ્ય તરીકે જ નોંધ્યું હતું.આ પછી કોંગ્રેસ સંગઠનના મહામંત્રી કે.સી. વેણુ ગોપાલે સોનિયા ગાંધીને ડીજીટલ ઓળખ મંત્ર પણ આપ્યો.થોડા સમય પૂર્વે જ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ પાર્ટીના ડીજીટલ સભ્ય બન્યા છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગયા મહીને પક્ષના વિશેષ સભ્ય અભિયાનની મુદત ૧૫ દિવસ વધારી દીધી છે.જે ૧૫મી એપ્રિલ સુધી ચાલ્યું હતું.દેશનાં ૨૦ રાજ્યોમાં ચાલી રહેલાં આ ડીજીટલ સભ્ય અભિયાન દ્વારા ૨.૫ કરોડથી પણ વધુ સભ્યો કોંગ્રેસમાં નોંધાયા છે.