ફુગાવો વધી રહ્યો છે : વપરાશકારો દરેક ક્ષેત્રે કરકસર કરી ખર્ચ ઘટાડે છે

168

નવી દિલ્હી : યુક્રેન યુદ્ધે દુનિયાભરમાં ભાવવધારો ઝીંકી દીધો છે. ભારતમાં પણ ફુગાવો સતત વધતો જાય છે.તેથી ટુથ-પેસ્ટથી શરૂ કરી સાબુ સહિતની દરેક વસ્તુઓમાં ભાવવધારો થતો રહ્યો છે પરિણામે વપરાશકારોએ ખરીદી પણ ઘટાડી દીધી છે.તેમાં ય ભાવ વધારાનો સૌથી વધુ માર ગ્રામીણ જનતા ઉપર પડયો છે તેમ ભારતની કન્ઝ્યુમર ગુડ્ઝ કંપનીના ડેટા જણાવે છે.આ ભાવવધારા માટે તે કંપનીઓ કાચોમાલ જ મોંઘો થયો હોવાનું કારણ દર્શાવે છે.બીજું એ કંપનીઓ કહે છે કે હવે,વપરાશકારોની ખરીદ શક્તિ જ ઘટી ગઈ છે.તેમાં એ ગ્રામીણ વિસ્તારોમાં તો આ ફુગાવાનો માર અસહ્ય બની ગયો છે. પરિણામે કન્ઝ્યુમર ગુડ્ઝ બનાવતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.તેના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.તેમ તેમનો ઓર્ડર ડેટા જણાવે છે.વિશેષ તો ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલો ભાવવધારો શહેરીજનો માટે તો અસહ્ય બન્યો છે. આથી હવે વપરાશકારો નાના પેકેટ્સ ખરીદવા લાગ્યા છે અથવા તો સસ્તા વિકલ્પો ‘રેગ્યુલર બ્રાન્ડ’ને બદલે શોધી રહ્યા છે.યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડ ઓઇલના ભાવ વધતા રહ્યા છે તેમજ ઘઉંના ભાવ હાલ વધી રહ્યા છે.રશિયા અને યુક્રેન બંને મળી વિશ્વના ૩૦ ટકા જેટલા ઘઉંનું ઉત્પાદન કરે છે (રશિયા ૨૦% અને યુક્રેન ૧૦%) ત્યાંથી ઘઉંની નિકાસ બંધ થઈ છે તેમજ રશિયાના ક્રૂડની પણ નિકાસ બંધ થઈ છે.ફુગાવો હવે વૈશ્વિક બની રહ્યો છે.અમેરિકામાં તો તે ૧૮ ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે યુ.કે.માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૭ ટકા વધી છે.ભારતમાં રીટેલ ઇન્ફ્લેશન ૬.૦૫ ટકા પહોંચ્યું છે જે માર્ચ ૨૦૨૨માં છેલ્લા ૧૭ મહિનામાં સૌથી વધુ ઉંચુ પહોંચી ગયેલું હતું પરિણામે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને જઈ રહ્યા છે.તેમ મંગળવારે સાંજે પ્રસિદ્ધ કરાયેલ સત્તાવાર આંક દર્શાવે છે.
મહત્ત્વની વાત તે છે કે,ભાવો વધતા જતા રૂપિયાની કિંમત ઘસાતી જાય છે તેથી ગરીબ પરિવારોને તેનો સૌથી વધુ માર પડે છે.કારણ કે તેઓનો સૌથી વધુ ખર્ચ તો ખાદ્ય પદાર્થો માટે જ થતો હોય છે જેવું સમૃદ્ધ વર્ગમાં નથી જોવા મળતું.પૂર્વ દિલ્હીના વતની તેવા મધ્યમ વર્ગના તૃપ્તિસિંહાએ તેમ કહ્યું હતું કે,’ગ્રોસરી સ્ટોર્સ (કરિયાણાની મોટી દુકાન) ઓન લાઇન ખરીદી માટે જે ડિસ્કાઉન્ટ આપતા હતા તે હવે આપતા નથી. રીટેલ ઇન્ટેલીજન્સ ફર્મ બીઝોમ જણાવે છે હિન્દુસ્તાન યુનિલીવર લિ.મેરીકો લિ. ડાબર ઇન્ડિયા લિ, ઇમામી લિ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ. જેવી કંપનીઓ માર્કેટ સ્વિંગ (વેચાણ ઘટાડો) અનુભવી રહી છે.તેમાં ય તેમને કાચો માલ મોંઘો પડતા ભાવમાં ૩૦%નો વધારો કરવો પડયો છે તો બીજી તરફ તેમની ચીજો મોંઘી થતાં વપરાશકારો નાના પેકેટ્સ તરફ વળી રહ્યા છે કે ખરીદીમાં વિકલ્પ શોધી રહ્યા છે.આમ વિષચક્ર ચાલી રહ્યું છે.

Share Now