ચીનના શાંઘાઈમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે.ગુરુવારે અહીં કોરોનાના 27 હજારથી વધુ કેસ નોંધાયા હતા,પરંતુ 25 હજારથી વધુ સંક્રમિતોમાં કોરોનાના કોઈ લક્ષણો નથી.શાંઘાઈ કોરોનાની અત્યાર સુધીની સૌથી ખરાબ અસરનો સામનો કરી રહ્યું છે.ચીનની ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ અહીં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે.શાંઘાઈની 2.5 કરોડ વસ્તી ઘરોમાં કેદ છે.કડક લોકડાઉન હોવા છતાં પણ અહીં કોરોનાના કેસો અટકી રહ્યા નથી.શાંઘાઈમાં કોરોનાના કેસમાં જબરદસ્ત વધારાનું કારણ ઓમિક્રોન હોવાનું માનવામાં આવે છે.ચીનની ઝીરો કોવિડ પોલિસી હેઠળ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવું જરૂરી છે.અહીં સંક્રમણ એટલી ઝડપથી વધી રહ્યો છે કે શાળાઓ, રહેણાંક મકાનો, ફેક્ટરીઓ, ઓફિસોને ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે.જ્યારે સતત બે વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ તમે ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી બહાર આવી શકો છો.શાંઘાઈમાં કડકાઈથી લોકો પરેશાન થવા લાગ્યા છે.લોકોને ન તો ખાવા-પીવાનું મળી રહ્યું છે અને ન તો દવાઓ મળી રહી છે.લોકો તેમના ઘરોમાં કેદ છે અને તેમને બહાર આવવા દેવામાં આવી રહ્યા નથી.લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે તેમની પાસે ખાવા-પીવાની અછત છે.