સ્પાઈસજેટના 90 પાઈલટ્સ બોઈંગ 737 નહીં ઉડાવી શકે

145

એજન્સી > નવી િદલ્હી : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટના 90 પાઇલટ્સને બોઇંગ 737 MAX એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.જો કે, આ પાઇલોટ્સ અન્ય વિમાન ઉડાવી શકે છે.ડીજીસીએના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું હતું કે હાલમાં આ પાઈલટ બોઈંગ 737 મેક્સ ઉડાવી શકતા નથી.આ એરક્રાફ્ટને ઉડાવવા માટે તેઓએ ફરીથી તાલીમ લેવી પડશે.તેમણે જણાવ્યું હતું કે જે લોકો આ સૂચનાનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં, સ્પાઇસજેટના 650 પાઇલટ્સને બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ ચલાવવા માટે તાલીમ આપવામાં આવી છે.આ કારણથી ડીજીસીએના નવા આદેશથી એરક્રાફ્ટ ઓપરેશનમાં કોઈ અડચણ નહીં આવે.સ્પાઇસજેટ દેશની એકમાત્ર એરલાઇન છે જેની પાસે બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ છે.કંપની પાસે આવા 11 એરક્રાફ્ટ છે અને તેને ઓપરેટ કરવા માટે કંપનીને લગભગ 144 પાઈલટની જરૂર છે.સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીના 650 પાઇલટ બોઇંગ 737 મેક્સ ઉડાવી શકે છે.DGCAની સલાહ પર 90 પાયલટને આ એરક્રાફ્ટ ઉડાવવાથી રોકી દેવામાં આવ્યા છે.જ્યારે આ પાઇલટ્સ ડીજીસીએ મુજબ સંતોષકારક પુનઃપ્રશિક્ષણમાંથી પસાર થશે, ત્યારે તેઓ આ વિમાનો પણ ઉડાવી શકશે.બોઇંગ 737 મેક્સ લાંબા અંતર સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે.તે સિંગાપોર, દોહા, કુવૈત, અબુ ધાબી, રિયાધ, કુઆલાલંપુર, તેહરાન, સલાલાહ, ચીન, ક્રાબી, મોસ્કો અને ઈસ્તંબુલ માટે નોનસ્ટોપ ઉડાન ભરી શકે છે.આ પ્લેન રસ્તામાં એક જગ્યાએ રોકાઈને ફિનલેન્ડ, નોર્વે, મોરોક્કો, લંડન અને એમ્સ્ટરડેમ પણ ઉડી શકે છે.

Share Now