નોઈડા-ગાઝિયાબાદ બાદ દિલ્હીની શાળામાં ટીચર-વિદ્યાર્થી કોરોના સંક્રમિત

139

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે.ગુરુવારે દિલ્હીની એક ખાનગી શાળામાં ટીચર અને વિદ્યાર્થી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.ત્યાર બાદ અન્ય વિદ્યાર્થીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.આ પહેલા નોઈડામાં કોરોના વાયરસના ઘણા કેસ નોંધાયા હતા.નોઈડામાં છેલ્લા 24 કલાકમાં 15 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના બાદ માતા-પિતાની ચિંતાઓ વધવા લાગી છે.નોઈડા તંત્ર જીનોમ સિક્વન્સિંગ માટે કુલ 68 સેમ્પલ મોકલશે.નોઈડામાં જે બાળકો પોઝિટિવ મળ્યા છે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે.આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં સમગ્ર નોઈડામાં કોરોના વાયરસના 44 નવા કેસ નોંધાયા છે.દિલ્હી પહેલા કોરોનાએ NCRની શાળાઓમાં દસ્તક આપી છે.ગાઝિયાબાદમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થયા બાદ ઘણી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.કુલ 23 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ નોઈડામાં 3 શાળાઓ ઓનલાઈન શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,બાળકોમાં સંક્રમણના વધતા કેસોને કારણે વાલીઓ ચિંતિત બન્યા છે.લગભગ 12 દિવસ પછી સ્કૂલોમાં સીબીએસઇ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે.આવી સ્થિતિમાં માતા-પિતાની ચિંતા વધી છે.

Share Now