આસામ કોંગ્રેસના રિપુન બોરા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

148

આસામમાં કોંગ્રેસને ફરી મોટો ઝાટકો લાગ્યો છે.પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રિપુન બોરાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.રિપુન બોરાએ આરોપ લગાવ્યો કે રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો એક વર્ગે મુખ્યમંત્રી સામે લડવાને બદલે ભાજપ સરકાર સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી છે.પોતાના રાજીનામાની સાથે જ રિપુન બોરાએ તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.રિપુન બોરા અભિષેક મુખરજીની ઉપસ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.આ સાથે અભિષેક મુખરજીએ બોરાને ટીએમસીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું છે.સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપતી વખતે રિપુન બોરાએ આરોપ લગાવ્યો કે પાર્ટીના કેટલાક નેતાઓ વિચારધારાની વિપરિત જઈને ભાજપ સાથે સમજૂતિ કરી લીધી છે.એકસંપ અને આક્રમક રીતે ભાજપ વિરુદ્ધ લડવાને બદલે નેતા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એકબીજા સામે લડી રહ્યા છે.અહીંયા નોંધવું રહ્યું કે રિપુન બોરા 1976થી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.તેમણે પાર્ટીના વિવિધ મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી છે.આ સાથે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર વ્યક્ત કર્યોને કહી કહ્યું કે મારા પર ભરોસો મૂક્યો હતો.

Share Now