અમેરિકા : પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, બેના મોત અને 11 ઘાયલ

149

અમેરિકાના પિટ્સબર્ગ શહેરમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા.સમગ્ર મામલાની વિગતો આપતા પિટ્સબર્ગ પોલીસે જણાવ્યું હતું કે, શહેરની ઉત્તરમાં એરબીએનબી પ્રોપર્ટીમાં પાર્ટી દરમિયાન ગોળીબાર થયો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે, અંદર 200થી વધુ લોકો હતા, જેમાંથી ઘણા ઓછી ઉંમરના હતા.પોલીસે જણાવ્યું કે, જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમણે લોકોને ઘટનાસ્થળેથી ભાગતા જોયા અને બારીઓમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરતાં હતાં.ઘણા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં બે કિશોરીઓના મોત થયા છે.હજુ તેમની ઓળખ થઈ શકી નથી.પોલીસે જણાવ્યું કે, અંદર 50 રાઉન્ડ અને બહાર પણ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં આ પ્રકારની ફાયરિંગની આ પહેલી ઘટના નથી.આ પહેલા પણ અંધાધૂંધ ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.હાલમાં જ ન્યુયોર્ક સિટીના બ્રુકલિનમાં સબવે મેટ્રો સ્ટેશન પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો.

Share Now