અમેરિકન પ્રમુખ જો બાઈડેન યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે જાય તેવી શક્યતા

136

અમેરિકા યુદ્ધગ્રસ્ત યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળવા માટે તેમના એક ટોચના અધિકારીને મોકલવા વિચારી રહ્યું છે.એવા પણ અહેવાલો છે કે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસ પણ જેઓ પૂર્વીય યૂરોપના રાષ્ટ્રની મુલાકાતે જઇ શકે છે.આ અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેને જણાવ્યું હતું કે તેઓ યુક્રેનની મુલાકાત કરવા ઇચ્છે છે.તેમનું વહીવટીતંત્ર કીવમાં એક સીનિયર અધિકારીને ચર્ચા માટે મોકલવા અંગે વિચારી રહ્યું છે.અમે એ અંગેનો નિર્ણય લઇ લીધો છે.બાઇડેને પોતે પણ કીવ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે બાઇડેને કીવ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.ગત મહિને પોલેન્ડમાં અમેરિકી સૈનિકો જઇ રહ્યા હતા ત્યારે બાઇડેને દુખ વ્યક્ત કર્યું હતું કે તેઓ યુક્રેનમાં જઇ શકતા નથી કેમ કે તેઓ એની મંજૂરી નહિ આપે. મારી ઇચ્છા છે કે યુક્રેનમાં જઇને ત્યાં શું બની રહ્યું છે તે જોવાની છે.જોકે એ પછી વ્હાઇટ હાઉસે તેમને યુક્રેન જવા પર પ્રતિબંધ મુક્યો હતો.રશિયા યુક્રેનમાં હુમલાં વધારશેઃ કીવમાંથી 900 લાશ મળી.કીવ : બ્લેક સી ફ્લીટમાં પરાજયનો સામનો કર્યાના એક દિવસ બાદ રશિયાએ પિત્તો ગુમાવ્યો છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુંકાર કર્યો છે કે તે યુક્રેનની રાજધાની કીવ પર તેનો હુમલો વધારી દેશે.તેનું કહેવું છે કે રશિયાના પ્રદેશમાં યુક્રેને તેની લશ્કરી ઘુસણખોરી કરી છે.રશિયાના સત્તાવાળાઓનો યુક્રેન પર આક્ષેપ છે કે તેણે સાત લોકોને ઇજા પહોંચાડી છે અને આશરે ૧૦૦થી વધુ રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે.યુક્રેનની સરહદે આવેલાં બ્રાઇઆન્સ્ક પર હવાઇ હુમલામાં આ નુકસાન થયું છે.જોકે યુક્રેને રશિયામાં આવા કોઇ હુમલાની પુષ્ટિ કરી નથી.યુક્રેનના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે કિવ અને તેની આસપાસના વિસ્તારોમાંથી 900 નાગરિકોના મૃતદેહો મળી આવ્યા છે.યુક્રેનમાં રશિયાએ વિસ્ફોટ કર્યો: ખુવારી ઓછી.કીવ : યુક્રેનના પૂર્વી શહેર ક્રામાતોર્સ્કમાં એક મોટો વિસ્ફોટ થયો હતો.આ એ જ સ્થળ છે જ્યાં રશિયાએ એક સ્ટેશન પર હુમલો કરીને ૫૦થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને સૈંકડો લોકોને ઇજા પહોંચાડી હતી.શહેરમાં લોકોએ રોકેટ કે મિસાઇલનો આવાજ સાંભળ્યો હતો અને એ પછી બ્લાસ્ટ પણ થયો હતો.યુક્રેને આ વિસ્ફોટો બાદ ખતરાની ચેતવણી જારી કરી હતી.જોકે આ ઘટનામાં કેટલી હોનારત થઇ છે તે જાણી શકાયું નથી.પરંતું એવા અહેવાલો છે કે તેનાથી કોઇ મોટી ખુવારી થઇ નથી.

Share Now