દિલ્હી : દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ નિમિત્તે હિંસા સંદર્ભે ધરપકડ કરાયેલા 14 શકમંદોમાંથી એક અંસાર,સાંપ્રદાયિક અથડામણનો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે.તેને એક દિવસના પોલીસ રિમાંડ પર મોકલી દેવાયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક બદમાશ અંસાર દ્વારા કથિત રીતે આ અપરાધનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.તેમણે કહ્યું હતું કે અમે અંસારની પૂછપરછ કરી રહ્યા છીએ અને અમે તેના કોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બે સરઘસ પસાર થયા હતા અને આ ત્રીજું સરઘસ હતું જેને કથિત રીતે અંસાર અને તેના સહયોગીઓએ અટકાવ્યું હતું.શરૂઆતમાં પોલીસે નવ લોકોની અટકાયત કરી હતી અને બાદમાં વધુ પાંચની ધરપકડ કરવામાં આવી હતી.એફઆઈઆરમાં અંસારનું નામ આપવામાં આવ્યું છે, જેની એક નકલ IANS પાસે છે.અંસારે કથિત રીતે લોકોને સરઘસ રોકવા માટે ઉશ્કેર્યા અને પથ્થરમારો કરવા કહ્યું હતું.