બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોતા ગામે પરિવારજનો સાથે રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ જતાં પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી તાલુકાનાં મોતા ગામે પંડ્યા ફળિયામાં રહેતા બિપિનબાઈ નાનુભાઈ પટેલ કે જેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 20 વર્ષીય પુત્રી વૈભવી પટેલ ગત તા-5 એપ્રિલના રોજ પોતાના ઘરે કોઇને પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે.તે શરીરે મજબુત બાંધાની અને રંગે ઘઉ વર્ણની છે તેમજ શરીરે બ્લ્યુ કલરની ટીશર્ટ તથા જીન્સ પેંટ પહેરેલ છે તથા આંખે નંબરવાળા ચશ્મા પહેરેલ છે જેમની ઉંચાઇ આશરે ૫*૦ જેટલી છે.પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે તેમણે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.