દિલ્હી હિંસાઃ પોલીસ પર આરોપીના પરિવારે હુમલો કર્યો

153

નવી દિલ્હી : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસા દરમિયાન ટોળાં પર ફાયરિંગ કરતા દેખાયેલા વ્યક્તિના ઘરે પહોંચેલી દિલ્હી પોલીસની ટીમ પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો.આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસના ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે આરોપીના પરિવારજનોએ પોલીસની ટીમ પર પથ્થમારો કર્યો હતો.જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.દરમિયાનમાં દિલ્હી પોલીસે જહાંગીરપુરી કેસમાં તપાસ દરમિયાન સોમવારે વધુ એક આરોપી ૩૬ વર્ષીય શેખ હમીદની ધરપકડ કરી છે.કબાડીનો વેપારી હમીદે કહ્યું છે કે પથ્થરમારા દરમિયાન ઉપયોગમાં લેવાયેલી બોટલોનો પૂરવઠો તેણે આપ્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા માટે બપોરે ૧:૩૦ કલાકે જહાંગીરપુરી થાણામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.તમામ સભ્યોએ પોતાના સમુદાયોથી સદભાવ જાળવી રાખવા અને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરવાનું કહેવાયું છે.દિલ્હીના પોલીસ કમીશનર રાકેશ અસ્થાનાએ સોમવારે કહ્યું છે કે શનિવારે જહાંગીરપુરીમાં થયેલી હિંસક અથડામણની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાઇ છે અને આ મામલે તપાસ માટે ૧૪ ટીમોની નિમણૂક કરાઇ છે.તેમણે ઉમેર્યું છે કે ચાર ફોરેન્સિક ટીમોએ પણ ઘટનાસ્થળે પહોંચીને પૂરાવા એકત્ર કર્યા છે.જહાંગીરપુરી હિંસાના મામલે અત્યારસુધી બન્ને કોમોના ૨૩ લોકોની ધરપકડ કરાઇ છે.કમીશ્રનરે કહ્યું છે કે હિંસામાં સામેલ લોકોને ધર્મ અને જાતિના આધારે બક્ષવામાં નહિ આવે.શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીની એક સ્થાનિક મસ્જિદમાં ભગવા ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરાયો હોવાના દાવો પાયાવિહોણો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.હિંસામાં એક સબ-ઇન્સ્પેકટરને ગોળી વાગી હતી.કુલ નવ લોકોને ઇજા પહોંચી હતી જેમાં આઠ તો પોલીસકર્મી છે.

જહાંગીરપુરી અથડામણ: વીએચપી, બજરંગદળના સભ્યો સામે કેસ.દિલ્હી પોલીસે સોમવારે કહ્યું છે કે તેણે ઉત્તરપશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મંજૂરી વગર ધાર્મિક જુલુસ કાઢવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સામે એફઆઇઆર નોંધી છે.પોલીસે વીએચપીના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ પણ કરી છે.ડીસીપી (ઉત્તરપશ્ચિમ) ઊષા રંગનાનીએ કહ્યું હતું કે આઇપીસીની કલમ ૧૮૮હેઠળ એક કેસ નોંધવામાં આવ્યો છે.આ યાત્રા કોઇપણ મંજૂરી વગર શનિવારે સાંજે કાઢવામા આવી હતી.આ મામલે અનેક લોકોની ધરપકડ કરાઇ છે અને તપાસ ચાલી રહી છે.

Share Now