મહારાષ્ટ્રઃ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર માટે મંજૂરી જરૂરી

144

મુંબઇ : મહારાષ્ટ્રમાં હવે તમામ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર મુકતા અગાઉ સરકારની મંજૂરી લેવી પડશે.સરકાર હવે મસ્જિદ હોય કે મંદિર કોઇ પણ ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકર મુકતા અગાઉ મંજૂરી લેવાની રહેશે. જો મંજૂરી નહીં હોય તો કાયદેસરના પગલા લેવાશે.લાઉડસ્પીકર મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલે મહારાષ્ટ્રના ડીજીપી સાથે બેઠક કરશે.તમામ પોલીસ કમીશનર અને અધિકારીઓને નિર્દેશ આપી દેવાયો છે.ગૃહમંત્રી પાટિલે કહ્યું કે લાઉડસ્પીકર મામલે રાજ્યના ડીજીપી તમામ પોલીસ કમીશનરોને મળીને ચર્ચા કરશે અને એક ગાઇડલાઇન તૈયાર કરીને તમામ અપાશે.રાજ્યમાં કોઇને પણ કાયદો અને વ્યવસ્થાને બગાડવાની મંજૂરી નહિ અપાય.દરમિયાન નાસિક પોલીસના કમીશનરે એક આદેશ આપતાં કહ્યું કે ત્રીજી મે સુધીમાં તમામ ધાર્મિક સ્થળોઓ લાઉડસ્પીકર મુકવા અગાઉ મંજૂરી લેવી પડશે.ધાર્મિક સ્થળમાં મંદિર, ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચ વિગેરે પણ સામેલ છે જેમણે લાઉડસ્પીકર મુકવાની લેખિત મંજૂરી લેવી પડશે.પોલીસ કમીશનરની લેખિત મંજૂરી બાદ જ ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર જ મુકી શકાશે.હવે ત્રીજી મે પછી કોઇ પણ ધાર્મિક સ્થળે ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર મુકવા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે.

પોલીસના ટોચના અધિકારીઓ માર્ગરેખાઓ તૈયાર કરશે.મહારાષ્ટ્રના ડીજીપી અને મુંબઇ પોલીસના કમીશનર લાઉડસ્પીકરોના ઉપયોગ અંગેની માર્ગરેખાઓ તૈયાર કરશે.જે આગામી થોડાક દિવસમાં જારી કરાશે તેમ રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટિલે જણાવ્યું હતું.મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો દૂર કરવાના ભાજપ અને એમએનએસે કરેલી માગણી વચ્ચે પાટિલે આ નિવેદનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ‘રાજ્યના ડીજીપી(રજનીશ સેઠ)અને મુંબઇ સીપી (સંજય પાંડેય) આ મામલે સાથે બેસીને માર્ગરેખાઓ તૈયાર કરશે.જે એક કે બે દિવસમાં જારી કરાશે.તમામે તેને લાગુ પાડવા પડશે.’

મસ્જિદોમાં લાઉડસ્પીકર્સ માટે મંજૂરી માગી.ઓલ ઈન્ડિયા સુન્ની જમિયતુલ-ઉલામાના મુંબઈ એકમે સોમવારે અઝાન માટે લાઉડસ્પીકર્સ લગાવવા મંજૂરી માટે મુંબઈ પોલીસને અપાયેલી અરજીમાં જણાવ્યાં અનુસાર કેટલાંક લોકો લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે સવાલો કરતા હોઈ સ્પષ્ટતા માટે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો હતો.જમિયતુલના સૈયદ મોઈનુદ્દિન અશરફે જણાવ્યું હતું કે મસ્જિદોમાં લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.

Share Now