આઇએમએફએ ભારતના જીડીપીનો અંદાજ ૯ ટકાથી ઘટાડી ૮.૨ ટકા કર્યો

153

નવી દિલ્હી, તા. ૧૯ : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ) એ પોતાના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતનોે જીડીપી અંદાજ ઘટાડીને ૮.૨ ટકા કરવામાં આવ્યો છે.આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વધતા ફુગાવાને કારણે ખાનગી વપરાશ અને રોકાણમાં ઘટાડો થશે.આ અહેવાલ મુજબ વિકાસશીલ દેશોમાં ભારતના જીડીપી અંદાજમાં સૌથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભો થતાં સમગ્ર વિશ્વમાં આવશ્યક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.આ અહેવાલમાં વિકસિત દેશો પૈકી જાપાનના જીડીપી અંદાજમાં સૌથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે.આ અહેનાલ મુજબ ભારતના જીડીપીના અંદાજમાં ૦.૮ ટકા અને જાપાનના જીડીપીના અંદાજમાં ૦.૯ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ અગાઉ જાન્યુઆરીમાં આઇએમએફએ ભારતનો જીડીપી ૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આઇએમએફએ વૈશ્વિક જીડીપીના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.વર્ષ ૨૦૨૨ માટે વૈશ્વિક જીડીપીનો અંદાજ ૪.૪ ટકાથી ઘટાડી ૩.૬ ટકા કરવામાં આવ્યો છે.આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જીડીપીનો અંદાજ ૭.૧ ટકાથી ઘટાડી ૬.૯ ટકા કર્યો છે.આઇએમએફના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની ચાલુ ખાતાની ખાધ ૩.૧ ટકા રહેશે.

Share Now