બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં આવેલ એક પ્લાસ્ટિકના પતરાના ગોડાઉનમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ બે ટેમ્પા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.પલસાણા પોલીસે વિદેશી દારૂની કુલપ્રાપ્ત માહિતી મુજબ પલસાણા પી.એસ.આઈ સી.એમ.ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બગુમરા ગામની સીમમાં આવેલ સમૃદ્ધિ કોર્પોરેશન બ્લોક નંબર 180 પ્લોટ નંબર-01 ઉપર આવેલ પ્લાસ્ટિકના પતરાના ગોડાઉનમાં બે ટેમ્પામાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરવામાં આવનાર છે.જે હકીકતના આધારે પલસાણા પોલીસની ટીમ રેડ કરી હતી.તે દરમ્યાન બાતમી મુજબનો એક નંબર પ્લેટ વગરનો ટેમ્પો તથા અન્ય એક ટેમ્પો નંબર જીજે-05-બી.વી-5210 ત્યાં હાજર મળી આવ્યો હતો ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 3360 નંગ બોટલ કિમત રૂ, 4.20 લાખ ના જથ્થા સાથે ત્યાં હાજર એક શખ્સ સુનિલકુમાર આશિષકુમાર શાહુ (હાલ રહે, ટેમ્પામાં, મૂળ રહે, કમતરા, તા-ઢીમાખેડા, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.અને તેની પૂછપરછ દરમ્યાન તેણે જણાવ્યુ હતું કે મારા શેઠ જીતુભાઈ (રહે, સુરત) નાએ એક નંબર વગરનો ટેમ્પો આપી ગોડાઉન ઉપર મોકલ્યો હતો અને ત્યાં તેમના મિત્ર નોરતમલ મોહનલાલ પ્રજાપત (રહે, તાતીથૈયા) ત્યાં હાજર હશે અને તે ગોડાઉનમાંથી જે વિદેશી દારૂ આપે તે વિદેશી દારૂ ટેમ્પામાં ભર્યા બાદ ફોન કરવા જણાવ્યુ હતું.પોલીસે સુનિલ શાહુ, નોરતમલ તેમજ જીતુ અને અન્ય એક ટેમ્પાના ચાલકને વોંટેડ જાહેર કર્યા હતા, તેમજ વિદેશી દારૂ બે ટેમ્પા, મોબાઈલ ફોન મળી કુલ રૂ, 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.3360 બોટલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 16.25 લાખથી વધુનો સામાન કબ્જે કરી ચાર વ્યક્તિને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.