વોશિંગ્ટન : સૌથી ખરાબ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં શ્રીલંકાને ભારતે કરેલ આર્થિક તેમજ અન્ય સહાયની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે.આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) નાં મેનેજિંગ ડીરેકટર ક્રીસ્ટાલિના જ્યોર્જીવાએ પણ આ અંગે ભારતની પ્રશંસા કરી છે.તેઓએ IMF ની સાથે ભારત અંગે મંત્રણા કરવા તેનાં મુખ્ય મથકે પહોંચેલાં ભારતનાં વિત્ત મંત્રી નિર્મલા સીતારામનને આશ્વાસન કરતાં કહ્યું હતું કે શ્રીલંકાને સહાય કરવા માટે IMF ભારતની સાથે રહી સહાય કાર્યવાહી કરશે.તે સર્વવિદિત છે કે કોવિદ-૧૯ મહામારી દરમિયાન ભારતને અનેક દેશોને કોવિદ વિરોધ રસીના લાખ્ખો ડોઝ મોકલ્યા હતા.તે પૈકી ગરીબ દેશોને તો નિઃશુલ્ક સેવા આપી હતી.આથી, આફ્રિકાના દક્ષિણ પૂર્વ એશિયાના અને ભારતીય ઉપખંડ સ્થિત તેનાપાડોશી દેશોનો ભારતના આભારી બની રહ્યા હતા.ભારતે દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ અને અન્ય દેશોને પણ કોરોના વિરોધી રસીના ડોઝ મોકલ્યા હતા.આ લક્ષ્યમાં લઇને ૈંસ્ખના વડા સુધી ક્રિસ્ટાલિના જોર્જીવાએ ભારતની ભરપેટ પ્રશંસા કરી હતી.
અત્યારે ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન IMF તથા વર્લ્ડ બેન્કની મુલાકાતે વૉશિંગ્ટનમાં ગયાં છે.IMF નાં વડા સાથે, ભારત અને તેના પાડોશી દેશોની આર્થિક સ્થિતિ અંગેનો બંને વચ્ચે ચર્ચા થઇ જ હતી.પરંતુ તે સાથે, ભૂ-રાજકીય ઘટનાક્રમ અને તેના વૈશ્વિક અર્થતંત્ર પર પડતા પ્રભાવ ઇંધણના વધી રહેલો ભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ખાદ્ય પદાર્થો અને ઇંધણની અછત, તથા સતત વધી રહેલા ભાવને લીધે શ્રીલંકા અત્યારે તેના આઝાદી પછીનાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.જેથી વિશાળ સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.સરકાર વિરૂદ્ધ દેશભરમાં વ્યાપક રમખાણો થઇ રહ્યાં છે.લોકો વડા પ્રધાન મહીંદા રાજપક્ષે અને પ્રમુખ ગોટાબાયા રાજપક્ષેનાં ત્યાગ પત્રો માગી રહ્યા છે તેવે સમયે શ્રીલંકાના નાણામંત્રી પણ IMF પાસેથી વધુ લોન મેળવવા ત્યાં પહોંચી ગયા છે.નિર્મલા સીતારામન વોશિંગ્ટન સ્થિત IMF તથા વર્લ્ડ બેન્કની બેઠકોમાં ભાગ લેવાનાં છે તે ઉપરાંત G-20 ના દેશોના નાણાં મંત્રીઓની બેઠકમાં તથા તે દેશોની મધ્યસ્થ બેન્કોના ગવર્નરોની પણ મળનારી બેઠકમાં ભાગ લેવાનાં છે.તેઓ ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના નાણા પ્રધાનોની બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાના છે.સંભવ તે પણ છે કે, તે બેઠકનું અધ્યક્ષપદ જ નિર્મલા સીતારામનને આપવામાં આવે.