લાઉડ સ્પીકર્સ અંગે હાઈકોર્ટમાં અરજી પર જુનમાં સુનાવણી

151

મુંબઈ : મસ્જિદો પર ભૂંગળાને લઈને રાજ્યમાં વાતાવરણ ગરમાયુ છે ત્યારે આ મુદ્દો ફરી એકવાર હાઈ કોર્ટ સમક્ષ આવ્યો છે.રાજ્યભરના ધાર્મિક પ્રાથાસ્થળો પર રહેલા ગેરકાયદે ભુંગળા પર કાર્યવાહી કરવાનો આદેશ આપવા છતાં તેના પર પ્રશાસન તરફથી કાર્યવાહી થતી નથી.એની ફરિયાદ સાથે મંગળવારે હાઈ કોર્ટમાં અદાલતી તિરસ્કારની અરજી કરવામાં આવી છે.ન્યાયમૂર્તિ અમજદ સય્યદ અને ન્યા. અભય આહુજાની બેન્ચ સમક્ષ મંગળવારે અરજી રજૂ થઈ હતી.આ અરજી પર હાલ તાત્કાલિક સુનાવણી કરવાનો હાઈ કોર્ટે ઈનકાર કરીને ૧૪ જૂને સુનાવણી રાખી છે.નવી મંંબઈના રહેવાસી સંતોષ પાચલગે ૨૦૧૮માં કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી કરી હતી.૨૦૧૬માં બોમ્બે હાઈ કોર્ટે ૩૮ સ્પષ્ટ નિર્દેશ આપવા છતાં તેની અમલબજાવણી થતી નહોવા બદલ રાજ્ય સરકારની બેદરકારી પર હાઈ કોર્ટે વારંવાર નારાજગી દર્શાવી હતી.રાજ્ય સરકારે ૨૦૧૮માં આ સંબંધે રજૂ કરેલા સોગંદનામા અનુસાર રાજ્યભરમાં ૨૯૪૦ અનધિકૃત ભુંગળા છે.રાજ્યમાં ૧૦૨૯ મંદર, ૧૭૬૬ મસ્જિદ, ૮૪ ચર્ચ, ૨૨ ગુરુદ્વારા અને ૩૯ બુદ્ધ વિહારનો સમાવેશ થાય છે.આ ભુંગળાને કારણે થતા ધ્વનિ પ્રદૂષણનો ત્રાસ સ્થાનિક રહેવાસીઓને સહન કરવો પડે છે, એવો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે.સામાજિક ધાર્મિક તણાવ નિર્માણ થશે એવા મુદ્દા પર કાર્યવાહી કરવામાં વિલંબ થાય છે એવી દલીલ સરકાર પક્ષે રજૂ થઇ હતી.

Share Now